રાજકોટ મહાપાલિકા દ્વારા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર વર્ષ-૨૦૦૮માં ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધી ૧૦.૫ કિલોમીટર લંબાઇનો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ રૂટ અંદાજે ૧૨૫ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવ્યો હતો. દરમિયાન હવે ૧૮ વર્ષ બાદ બીઆરટીએસ ૨.૦ માટેનું પ્લાનિંગ શરૂ કર્યું છે જેમાં ન્યુ રિંગ રોડ ઉપર જામનગર રોડથી કાલાવડ રોડ ઉપર કણકોટ ચોકડી સુધી બીઆરટીએસ રૂટ ૨.૦ ડેવલપ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગણી દરખાસ્ત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાલમાં ન્યૂ રિંગ રોડ ફોર ટ્રેકનું કામ ચાલી રહ્યું છે તે અંતર્ગત બીઆરટીએસ રૂટ ડેવલપ કરવા માટે ખાસ જોગવાઇ રાખવામાં આવી છે. ૪૫ મીટર પહોળાઇના ન્યૂ રિંગ રોડની વચ્ચે ૮.૫૦ મીટર જગ્યા બીઆરટીએસ રૂટ માટે રિઝર્વ રખાઇ છે. અહીં બીઆરટીએસ રૂટ ડેવલપ કરવા માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભવિષ્યના રાજકોટની ટ્રાફિક સમસ્યાની ચિંતા કરીને બીઆરટીએસ રૂટ ડેવલપ કરવામાં આવનાર છે. હાલમાં જો કાલાવડ રોડની ભાગોળે આવેલી કટારીયા ચોકડીએ પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા લગતા ફ્લાય ઓવરબ્રિજ અને અન્ડર પાસ નું નિર્માણ કરવા ફરજ પડી છે તો આગામી એક દાયકા પછી ફોર ટ્રેક ન્યૂ રિંગ રોડ ઉપર પણ ટ્રાફિક સમસ્યા સર્જાશે. તદઉપરાંત ન્યૂ રિંગ રોડની બન્ને બાજુ રહેણાંક વિસ્તારો ડેવલપ થઇ રહ્યા હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સમયસર ડેવલપ થાય તો નાગરિકોને પણ સુવિધા મળી રહે તેવો હેતુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application