BREAKING NEWS

જામનગર : સુપરવિઝન હેઠળ આવતાં બાંધકામોના બોન્ડ રજુ કરવા મનપાની સૂચના

  • December 22, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ધ્વારા નોટીફીકેશન અનુસાર ૫૦થી વધુ વ્યક્તિઓ એકઠી થતી હોય તેવા બાંધકામો ધરાવતી નિયત થયેલ બિલ્ડીંગ્ઝ માટે  જાહેર કરવામાં આવી છે. જે  અનુકરણ/ અમલવારી જામનગર મહાનગરપાલિકા ધ્વારા કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત જામનગર શહેરમાં આવેલ ૫૦ કે તેથી વધુ વ્યક્તિઓ એકઠી થતી હોય, તેવા બાંધકામો/બિલ્ડીંગ્ઝ જેવા કે, ગેમઝોન, હોસ્પીટલ્સ, એજયુકેશનલ બિલ્ડીંગ્ઝ, સિનેમા/ મલ્ટીપ્લેક્ષ, રેસ્ટોરન્ટ/ હોટલ, બેન્કવીટ હોલ, કોમ્યુનીટી હોલ, ટયુશન કલાસીસ, શોપીંગ મોલ, ધાર્મિક સ્થળો વિગેરે જેવા બાંધકામોનો નિયત સમયાંતરે સર્વે કરી સરકારમાં રીપોર્ટ  કરવાનો થાય છે.


જે અંતર્ગત બાંધકામ અનુસંધાને જે-તે માલિક/ વપરાશકર્તા ધ્વારા બાંધકામ વિકાસ પરવાનગી, વપરાશ પરવાનગી, ફાયર સેફ્ટીના ધારા-ધોરલો વિગેરે સરકાર ની ગાઈડલાઈન્સ/ નિયમોનુસાર મેળવેલ છે કે કેમ ? તે અંગેની અમલવારી થયેલ છે/ થાય છે કે કેમ ? તે અંગેની ચકાસણી કરવાની થાય છે. સરકારના ઉકતના નોટીફીકેશન અનુસાર ઉકત દર્શાવેલ તમામ પ્રકારના બાંધકામધારકો/ વપરાશકર્તાઓએ ટાઉન પ્લાનીગ શાખામાં નિયત બોન્ડ(બાંહેંધરીખત) નિયત સ્ટેમ્પ ફી પરના સ્ટેમ્પ પેપર ઉપર રજુ કરવાનું રહે છે.


સદરહુ રજુ કરવાના થતાં બોન્ડનો નમુનો જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી જોવા મળી શકશે. વધુમાં આ અંગેની વધુ માહિતી માટે લગત બાંધકામધારક/વપરાશકર્તા જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરી શકશે. આ કામગીરીનો બીજો તબકકો તા.૦૧/૦૧/૨૦૨૬ થી શરૂ થનાર હોય, હજુ પણ જે બાંધકામધારકોના નિયત નમુનાના બોન્ડ બાકી છે, તે તાત્કાલિક ફાયર શાખા તથા ટી.પી.ઓ. શાખામાં જમા કરાવવા જાણ કરવામાં આવે છે.
​​​​​​​

ઉકત સમગ્ર બાબતો ધ્યાને લઈ સરકારના નોટીફીકેશન અનુસાર અંતર્ગત જે-તે બાંધકામધારકો/વપરાશકર્તાઓએ સરકાર ધ્વારા નિયત થયા મુજબ દરેક વર્ષના જાન્યુઆરી તથા જુલાઈ માસમાં રજુ કરવાના થતાં બોન્ડ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાં નિયમિતપણે જમા કરાવવા સબબ લગત બાંધકામધારક/વપરાશકર્તાઓએ નોંધ લેવા વિનંતી અને અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે બાંધકામથારક/પરાશકર્તાઓની રહેશે, જેની નોંધ લેવા.સિટી.ઇજનેર  (જામનગર મહાનગરપાલિકા) એ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application