BREAKING NEWS

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મનપાની ટીમ ત્રાટકી, સોસ, ચીઝ, આલુ રેપ, સ્પ્રિંકલ્ટ સહિતના તમામ સેમ્પલ લેવાયા

  • November 25, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાર્યરત રેબેલ ફૂડ્સ પ્રા.લિ.સ્ટોર્સમાંથી ચિપોટલ સ્લો સોસ લુઝ, સ્પાઇસી ઇન્ડી ચટપટા આલુ રેપ પ્રિપેર્ડ લુઝ, ચીઝ ડ્રેસીંગ (એક કિલો પેકિંગ) અને પેરી પેરી સ્પ્રીન્કલટ (સીઝનીંગ, ૫૦૦ ગ્રામ પેકિંગ) સહિતના ચાર ખાધપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જાહેર કર્યું હતું.


૨૧ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરાઈ

તેમણે ઉમેર્યું હતું કે, ઉપરોક્ત ઉપરાંત ઓમનગર વિસ્તારમાં કુલ ૨૧ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૯ ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ ૧૭ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં (૧) ખોડિયાર સ્વીટ માર્ટ (૨)ઝલક ફાસ્ટ ફૂડ (૩)મારુતિ ઘૂઘરા (૪)જય ખોડિયાર ઘૂઘરા (૫)ક્રિષ્ના મારવાડી પાણીપૂરી (૬)જય અંબે લાઈવ વેફર્સ (૭)ચામુંડા પ્રોવિઝન સ્ટોર (૮)મિતલ ડેરી ફાર્મ (૯) ગાંધી સોડા શોપ સહિત નવને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.


જ્યારે (૧૦) ઓમ ફાર્મસી (૧૧) મધુવન ડેરી ફાર્મ (૧૨) રવિ ખમણ (૧૩)રામેશ્વર ડેરી ફાર્મ (૧૪)અનમોલ ચાઇનીઝ (૧૫) જય ગોપનાથ ફરસાણ (૧૬) જાનકી ડેરી ફાર્મ (૧૭) ગુરુકૃપા એજન્સી (૧૮) મુરલીધર ફરસાણ (૧૯) ચામુંડા ફરસાણ (૨૦) ભવાની પ્રોવિઝન સ્ટોર (૨૧) ચામુંડા દુગ્ધાલયની ચકાસણી કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી કંઇ વાંધાજનક મળ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application