BREAKING NEWS

રાજકોટમાં જાહેરમાં થૂંકનાર ૧૦૦૯ વાહન ચાલકોને મ્યુનિસિપલ ઇ-મેમો

  • December 03, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ શહેરમાં ચાલુ વાહને જાહેર માર્ગ ઉપર પાન-ફાકીની પિચકારી મારીને કે અન્ય પ્રકારે ગંદકી ફેલાવતા વાહનચાલકોને ઘરે ઇ મેમો મોકલી જાહેરમાં ગંદકી કરવા બદલ દંડ વસુલવાની ઝુંબેશ શરૂ કરાવી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા આઇ વે પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્યમાર્ગો અને ચોકમાં મૂકેલા સીસી ટીવી કેમેરા સર્વેલન્સથી રાજકોટમાં જાહેરમાં થૂંકતા ૧૧૦૦ વાહન ચાલકોને ઇ મેમો ફટકારવામાં આવ્યા છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જાહેરમાર્ગ ઉપર થૂંકીને ગંદકી ફેલાવતા હોય તેવા કુલ ૧૧૦૦ વાહન ચાલકોને ઘરે ઇ મેમો મોકલવામાં આવ્યા છે જેમાં મોટાભાગના તો રાજકોટવાસી જ છે પરંતુ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરો તેમજ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇના વાહનચાલકો પણ ઝપટે ચડી ગયા છે. રાજકોટ શહેરમાં જે વાહનચાલકો તેમના વાહનમાંથી ચાલુ વાહને પાન મસાલા થૂંકી અથવા તો કારમાંથી કોલ્ડડ્રિંક્સની ખાલી બોટલ, વેફર વિગેરે નમકીનના પ્લાસ્ટિક પેકેટ્સ, સિગારેટના ઠૂંઠા, ટિસ્યુ પેપર્સ વિગેરે ફેંકીને જાહેર માર્ગ ઉપર ગંદકી ફેલાવતા હોય તેવા તમામને ઇ મેમો ફટકારવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તા.૧ જાન્યુઆરી થી ૩૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૧૧૦૦ વાહનચાલકોને ઇ મેમો મોકલવામાં આવ્યા હતા તેમાંથી ૨૧૮ જેટલા વાહનચાલકો ઓનલાઈન અથવા તો કચેરીએ રૂબરૂ આવીને દંડની રકમ રૂ.૨૦૦ ભરપાઇ કરી ગયા છે, જ્યારે ૭૯૧ પાસેથી દંડની વસૂલાત હજુ બાકી છે. રાજકોટમાં જ વસવાટ કરતા હોય તેવા વાહનચાલકોના ઘરે રૂબરૂ જઇને દંડની રકમ વસુલવા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અન્ય શહેરો તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઇ વિગેરેના વાહનચાલકો પાસેથી દંડની રકમ વસુલવા આરટીઓ વિભાગમાંથી વાહનચાલકોના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેઓના મોબાઇલ નંબર મળ્યા ન હોય આગળની કાર્યવાહી થઇ શકી નથી.


ક્યા વિસ્તારના સીસી ટીવી કેમેરામાં કેટલા કેદ

ક્રમ---વિસ્તાર----કેસની સંખ્યા

૧.મવડી ચોકડી ૨૫૩

૨.નાગરિક બેન્ક ચોક ૨૧૦

૩.લીમડા ચોક ૧૫૨

૪.બિગ બઝાર ચોક ૫૧

૫.નાના મવા સર્કલ ૫૦

૬.એ.જી.ચોક ૩૩

૭.આજી ડેમ ચોકડી ૦૧

૮.આનંદ બંગલા ચોક ૦૧

૯.એસ્ટ્રોન ચોક ૦૨

૧૦.બેકબોન ચોક ૦૬

૧૧.બજરંગ વાડી ૦૫

૧૨.ભગવતીપરા ૦૨

૧૩.ભક્તિનગર ૦૨

૧૪.ભક્તિનગર સ્ટેશન ૦૧

૧૫.ભૂતખાના ચોક ૦૧

૧૬.ચુનારા વાડ ચોક ૦૮

૧૭.જયુબિલી ગાર્ડન ૦૩

૧૮.ગોવર્ધન ચોક ૦૧

૧૯.ઇન્દિરા સર્કલ ૦૪

૨૦.જિલ્લા ગાર્ડન ચોક ૧૪

૨૧.જયુબિલી ચોક ૪૬

૨૨.જયુબિલી માર્કેટ ૦૧

૨૩.કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ૦૧

૨૪.કિસાનપરા ચોક ૦૭

૨૫.કેકેવી હોલ ચોક ૦૧

૨૬.કોઠારીયા નાકા ચોક ૦૧

૨૭.મક્કમ ચોક ૦૯

૨૮.માલવીયા ચોક ૦૯

૨૯.માંડવી ચોક ૦૨

૩૦.નાના મવા મોકાજી સર્કલ ૦૨

૩૧.નાણાવટી ચોક ૦૧

૩૨.પારેવડી ચોક ૨૦

૩૩.પેડક રોડ ૦૯

૩૪.રૈયા એક્સચેન્જ ચોક ૧૮

૩૫.રામાપીર ચોક ૦૧

૩૬.સાંગણવા ચોક ૦૧

૩૭.ત્રિકોણ બાગ ૦૧

૩૮.ત્રિશુલ ચોક ૦૧

૩૯.નીલકંઠ સિનેમા ૦૨

૪૦.રેલનગર હમીરજી ચોક ૧૮

૪૧.રૈયા ચોકડી ૬૨

૪૨.મહિલા કોલેજ ચોક ૨૭



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application