અમેરિકન કન્ટ્રી મ્યુઝિકના લેજન્ડ અને દિગ્ગજ ગાયિકા-ગીતકાર ડોલી પાર્ટનનું ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી માત્ર હોલિવૂડ જ નહીં પરંતુ વિશ્વભરના સંગીત જગતમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.તેમના નિધનની માહિતી તેમના ભત્રીજા અને સુરક્ષા પ્રમુખ બ્રાયન સીવર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ડોલી પાર્ટને નેશવિલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "ડોલી પાર્ટન જેવા મહાન કલાકારો સદીમાં એક જ વાર જન્મ લે છે.
તેમજ ડોલી પાર્ટનના સન્માનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આદેશ જાહેર કર્યો છે કે વ્હાઇટ હાઉસ સહિત દેશભરની તમામ સરકારી ઇમારતો પર અમેરિકાનો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
૧૯ જાન્યુઆરી ૧૯૪૬ના રોજ ટેનેસીમાં જન્મેલા ડોલી પાર્ટનની સંગીત સફર આશરે ૬ દાયકા કરતાં પણ વધુ સમય સુધી વિસ્તરેલી રહી. તેમણે પોતાના કરિયરમાં ૩,૦૦૦થી વધુ ગીતો રચ્યા અને ગાયા. તેમણે ૧૧ ગ્રેમી એવોર્ડ્સ, ૩ એમિ એવોર્ડ્સ જીત્યા હતા. આ ઉપરાંત તેમને એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) અને ગ્લોબલ ગોલ્ડન ગ્લોબ માટે પણ નામાંકન મળ્યા હતા.સંગીત સિવાય તેમણે 'ઇમેજિનેશન લાઇબ્રેરી' અને 'ડોલીવૂડ ફાઉન્ડેશન' દ્વારા બાળકોના શિક્ષણ અને વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે કરોડો ડોલરનું દાન આપીને ઉદાહરણીય સેવાઓ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application