BREAKING NEWS

પોતાનો બોસ પોતે જ! IT સેક્ટરની હાઈ-પ્રોફાઈલ જોબ ઠુકરાવી મહિલા બની ઓટો ડ્રાઈવર, દર મહિને કરે છે તગડી કમાણી

  • June 01, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પદ અને પ્રતિષ્ઠા કરતાં માનસિક શાંતિ વહાલી: 'સફળતા એટલે મોટો હોદ્દો નહીં પણ સુખી જીવન', આ મહિલાની વાયરલ સ્ટોરીએ લોકોને વિચારતા કર્યા સોશિયલ મીડિયા પર વાહવાહી પણ મળી રહી છે.
આજની ભાગદોડ ભરી જિંદગીમાં દરેક વ્યક્તિ મોટી સેલરી અને એસી ઓફિસ વાળી નોકરી પાછળ દોડી રહી છે. પરંતુ એક મહિલાએ સમાજની આ પરંપરાગત વિચારસરણીથી હટીને એવો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે જેણે હજારો લોકોને વિચારતા કરી દીધા છે. આ મહિલાએ લાખો રૂપિયાના પેકેજવાળી આઈટી મેનેજરની નોકરી છોડીને રસ્તા પર ઓટો ચલાવવાનું શરૂ કર્યું છે. આ અનોખો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે એક કંપનીના સીઈઓ (CEO) ડૉ. નેઝરિન મિધલાજે આ ખુશમિજાજ મહિલા ઓટો ડ્રાઈવર સાથેની મુલાકાતનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો.
મહિલાએ જણાવ્યું કે તે લગભગ ૯ વર્ષ સુધી આઈટી ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત મેનેજરના પદ પર રહી ચૂકી છે. બહારથી ભલે તેની જિંદગી વૈભવી લાગતી હતી, પણ અંદરથી તે સતત ટાર્ગેટ, અવિરત મીટિંગો અને માનસિક દબાણથી ઘેરાયેલી રહેતી હતી. આ આંધળી દોડમાંથી મુક્તિ મેળવવા માટે તેણે હોદ્દો અને પૈસા છોડીને ઓટો ચલાવવાનો રસ્તો પસંદ કર્યો.

હવે તે પોતાની મરજી મુજબ કામના કલાકો નક્કી કરે છે.
માનસિક સંતોષ:-કોઈ બોસની કિટકિટ વગર તે દર મહિને આશરે ૬૦ હજાર રૂપિયા કમાઈને પહેલા કરતાં વધુ સુખી અને આત્મનિર્ભર બની છે.
આ પ્રેરણાદાયી કહાની ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ લોકો તેની હિંમતના દાદ આપી રહ્યા છે. ખાસ કરીને આઈટી સેક્ટરમાં કામ કરતા અસંખ્ય કર્મચારીઓએ કમેન્ટ કરીને જણાવ્યું કે તેઓ પણ આ પ્રકારના જ જબરદસ્ત વર્ક પ્રેશરનો સામનો કરી રહ્યા છે. આ વાર્તા શીખવે છે કે સફળતાની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે; કોઈના માટે તે મોટો હોદ્દો છે, તો કોઈના માટે માત્ર માનસિક શાંતિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News