રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત: બુટલેગર સહિત ત્રણ સકંજામાં
રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત: બુટલેગર સહિત ત્રણ સકંજામાં
May 18, 2026 12:09 PM
રાજકોટના સામાકાંઠે સતં કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં દેશી દા પીધા બાદ મિનિટોમાં બે મિત્રો બેભાન થઇ જતા મોત નિપયા હતા. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેના રિપોર્ટ બાદ બંને વ્યકિતના મોત દાના કારણે થયા છે કે અન્ય કોઈ કારણોસર તે જાણી શકાશે. પોલીસે બે બુટલેગર સહીત ત્રણ શખ્સને સકંજામાં લઇ તપાસ હાથ ધરી. છે બનાવની પ્રા વિગત મુજબ નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રાણછોડભાઇ ડાભી (ઉ.વ.૫૦) અને કનકનગરમાં રહેતા તેના મિત્ર અલ્પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા (ઉ.વ.૪૩)ના રવિવારે રાત્રે નવેક વાગ્યે ભગીરથ સોસાયટી શેરી નં.૧૦ના ખૂણે બેભાન હાલતમાં મળી આવતાં બંનેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રાથમિક માહિતીમાં દા પીધા બાદ બંનેના મોત થયાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી. મૃતક મનસુખભાઇ ડાભીના પુત્ર વિનયએ પોલીસ સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પિતા મનસુખભાઇ અને તેના મિત્ર અલ્પેશભાઇ સાબરીયાને દા પીવાની ટેવ હતી. ગઈકાલે ભગીરથ સોસાયટીમાં રહેતા રામલા નામના બુટલેગર પાસેથી દા લીધા બાદ બંનેએ પીધો હતો જે બાદ બંનેની તબિયત લથડતા મિનિટોમાં જ ત્યાં ઢળી પડા હતા. આ ઉપરાંત એવી શંકા પણ વ્યકિત કરી હતી કે, પિતાને ભગત ઉર્ફે જીણો ગોહેલ સાથે માથાકુટ ચાલતી હોવાથી જીણાએ દેશી દામાં કોઇ ઝેરી પદાર્થ પીવડાવી બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.પોલીસે જીણા ગોહેલ, બુટલેગર રામલો અને વિનયને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરતા બનાવ સમયે જીણાએ પોતાની દુકાને હોવાનું જણાવ્યું હતું જયારે રામલાએ કબૂલાત આપી હતી. આ દા પોતે કુબલીયાપરામાં રહેતા વિનય પાસેથી ૩૫ લિટર લીધો હતો. અને બધો દા વેચી નાખ્યો હતો. તો અન્ય કોઈને આવી કોઈ અસર થઇ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી, બંનેના શંકાસ્પદ મોતની નોંધ કરી ફોરેન્સિક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.