BREAKING NEWS

નાના પાટેકરનું ૭૫ વર્ષની વયે કાડિર્યાક અરેસ્ટથી નિધન

  • October 08, 2026 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું છે. ૭૫ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડોના પાઉલાની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. તેઓ ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના નિવાસસ્થાને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલો અનુસાર, નાના પાટેકરને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ લાવ્યા બાદ ડોકટરોએ તેમને બચાવવા માટે લગભગ ૪૫ મિનિટ સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. નાના પાટેકરના દીકરા મલ્હાર પાટેકરે પિતાના નિધનની પુષ્ટ્રી કરી હતી. નાના પાટેકરને સવારે ૫:૨૦ વાગ્યે ગોવાની મણિપાલ હોસ્પિટલની મેડિકલ ટીમે તેમને મૃત જાહેર કરી દીધા હતા. ગોવાની મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના હેડ ડો. શેખર સાલકરે ઘટના અંગે વિગતો આપતાં     
જણાવ્યું હતું કે, નાના પાટેકરે રાત્રે ૨:૩૦ વાગ્યાની આસપાસ પોતાના એક મિત્રને તબિયત સારી ન હોવાનો મેસેજ કર્યેા હતો. મોડી રાત્રે મિત્રની નજર મેસેજ પર પડતાં તેઓ સવારે ૪:૦૦ વાગ્યે નાનાના લેટ પર પહોંચ્યા હતા, યાં તેઓ ભારે પરસેવાથી રેબઝેબ હતા અને હાલત લથડી રહી હતી. તુરતં જ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી.
ડોકટરે વધુમાં કહ્યું કે, હોસ્પિટલની ઈમરજન્સી ટીમ લેટ પર પહોંચી ત્યારે જ નાના અચેતન થઈ ગયા હતા. ટીમે તેમને એમ્બ્યુલન્સમાં જ સીપીઆર આપવાનું શ કયુ હતું. હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ ડોકટરોએ સતત ૪૫ મિનિટ સુધી કાર્ડિયાક મસાજ આપી તેમને બચાવવાનો ભારે પ્રયાસ કર્યેા હતો, પરંતુ સવારે ૫:૨૦ વાગ્યે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલો મેડિકો–લીગલ કેસ હોવાથી તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો.
નાના પાટેકરના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. બોલિવૂડથી લઈને રાજકીય ક્ષેત્ર સુધીના લોકો પોતાની સંવેદના વ્યકત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એકસ પર પોસ્ટ કરીને નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાની પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું, નાના પાટેકર જી જેવી વિશિષ્ટ્રતા અને પ્રભાવશાળી વ્યકિતત્વ બહત્પ ઓછા અભિનેતાઓ ધરાવે છે. તેમણે દરેક ભૂમિકામાં અત્પત વિવિધતા અને સર્જનાત્મકતા દર્શાવી હતી અને આપણને એવા પાત્રો આપ્યા જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. તેઓ તેમના સ્પષ્ટ્રવકતા અને નિખાલસ વિચારો માટે પણ જાણીતા હતા; તેઓ પોતાના મનની વાત કહેવામાં કયારેય અચકાતા ન હતા. શ્રી નાના પાટેકરે હિન્દી અને મરાઠી સિનેમામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના નિધનથી એક મોટી ખાલીપો સર્જાયો છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application