બોલીવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. અભિનેતાએ રાત્રે 2:30 વાગ્યે એક મિત્રને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેમને સારું નથી લાગી રહ્યું. જોકે મોડી રાત હોવાને કારણે મિત્રએ તે મેસેજ ઘણો મોડો વાંચ્યો હતો. જ્યારે મિત્ર સવારે 4:00 વાગ્યે ઘરે પહોંચ્યા, ત્યારે અભિનેતા જમીન પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું; ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
કારગિલ યુદ્ધ દરમિયાન 60 દિવસ સેના સાથે રહ્યા હતા નાના પાટેકર
1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના સાથે રહેવા માટે પાટેકરે સંરક્ષણ મંત્રી પાસે મંજુરી માગી હતી કે તેમને હથિયારો ચલાવવાનો અનુભવ છે તેમણે રાઈફલ શૂટિંગમાં રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમામ માહિતી મળ્યા બાદ સંરક્ષણ મંત્રીએ તેમને સેના સાથે રહેવાની પરવાનગી આપી હતી. નાના પાટેકરે તે સમયે સેના સાથે 60 દિવસ વિતાવ્યા હતા.
માતા-પિતા, ભાઈ-બહેનો પણ આ દુનિયામાં નથી
નાના પાટેકરને છ ભાઈ-બહેન હતા. તેઓ બધા ગુજરી ગયા. માતા-પિતા, ભાઈ-બહેનો પણ આ દુનિયામાં નથી. નાના પાટેકરે ૧૯૭૮માં નીલકંઠી પાટેકર સાથે લગ્ન કર્યા હતા. નીલકંઠી ભૂતપૂર્વ બેંક અધિકારી હતા. તેમના લગ્ન લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યા હતા. નાના અને નીલકંઠીને બે પુત્રો હતા. તેમના મોટા પુત્રનું અઢી વર્ષની ઉંમરે બીમારીને કારણે અવસાન થયું. હાલ માત્ર તેમનો બીજો પુત્ર મલ્હાર પાટેકર હયાત છે.
છૂટાછેડા લીધા વગર પત્નીથી ૩૫ વર્ષથી અલગ રહેતા હતા
નાના પાટેકર અને નીલકાંતિ પાટેકરના ક્યારેય છૂટાછેડા થયા ન હોવા છતાં, તેઓ લગભગ ૩૫ વર્ષથી અલગ રહેતા હતા. તેમણે પરસ્પર સહમતિથી પોતપોતાનું જીવન અલગ રીતે આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેમના સ્વભાવ અને માનસિકતામાં નોંધપાત્ર તફાવત હતો, જેના કારણે તેમના માટે સાથે રહેવું મુશ્કેલ બની ગયું હતું. અલગ રહેવા છતાં નાનાએ હંમેશાં નીલકાંતિ પ્રત્યે આદરભાવ જાળવી રાખ્યો હતો.
પરેશ રાવલે નાના પાટેકર વિશે સાત દિવસ પહેલાં કરેલી ટ્વીટ વાયરલ
નાના પાટેકરના નિધનના માત્ર એક અઠવાડિયા પહેલાં, પરેશ રાવલે એક્સ પર તેમના વિશે એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું, મને નાના પાટેકરનો એ પ્રખ્યાત ડાયલોગ યાદ આવે છે: 'એક મચ્છર...'બોલિવૂડ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન, પરેશ રાવલે એક અઠવાડિયા પહેલા નાના વિશે કરેલી ટ્વીટ પણ વાયરલ થઈ રહી છે.
વિશ્વનાથમાંથી 'નાના' કેવી રીતે બન્યા?
નાના પાટેકરનું અસલી નામ વિશ્વનાથ ગજાનન પાટેકર છે. નાનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તેમની માતાના એક સખી બાળપણ દરમિયાન તેમને નાના-નાના કહીને બોલાવતા હતા. તેમણે કહ્યું કે આ મને સારું નામ લાગ્યું. પાસપોર્ટ, આધાર કાર્ડ અને તમામ દસ્તાવેજોમાં આ જ નામ નોંધાયેલું છે. આ સાદા છતાં ભાવુક કારણને લીધે તેમની સમગ્ર ઓળખ બદલાઈ ગઈ. ધીમે ધીમે પરિવાર અને લોકો પણ તેમને આ નામથી જ સંબોધવા લાગ્યા.