ભારતના વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તા.૩ માર્ચે સવારે હેલીકોપ્ટર દ્રારા સોમનાથ આવી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન બન્યા પછી તેઓની સોમનાથની આ બીજી મુલાકાત છે.
વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર ૮ માર્ચ ૨૦૧૭ના રોજ સોમનાથ આવ્યા હતાં અને સોમનાથ ટ્રસ્ટની મીટીંગ અને અભિવાદન સમારોહ યોજાયો હતો.
નરેન્દ્ર મોદી ૨૦૧૦થી સોમનાથના ટ્રસ્ટીપદે હતાં અને ૨૦૨૧થી અધ્યક્ષ છે. સોમનાથ નરેન્દ્ર મોદીનું આગમન હાલની તકે ટ્રસ્ટની મીટીંગ હોય તેવું જણાતું નથી પરંતુ તેઓ દર્શન પૂજન અને મંદિરના વિકાસ કાર્યેા અંગેની સ્થાનિક તત્રં સાથે ચર્ચા વિચારણા કરે તેવી સંભાવના છે.
નરેન્દ્ર મોદીએ આ વરસે પ્રયાગ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી સ્નાન કયુ હતું ત્યારે તેમણે મનોમન સંકલ્પ કર્યેા હતો કે આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રધ્ધા અનેકગણી મજબૂત થઇ છે.
જે રીતે ૧૪૦ કરોડ ભારતીયોએ મહાકુંભ મેળાને એકતાનો મહાકુંભ પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદભૂત છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકોના સમર્પણ–ભકિત અને પ્રયત્નોથી પ્રેરિત થઇને હત્પં ટુંક સમયમાં સોમનાથની મુલાકાત લઇશે, જે બાર જયોર્તિલિંગમાંનું પ્રથમ છે. જેથી હત્પં આ સામૂહિક રાષ્ટ્ર્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરી શકું તેમ તેઓએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech