BREAKING NEWS

રાષ્ટ્રીય સંદેશ આપવાના હેતુથી જામનગરમાં નેશન ફર્સ્ટ રેલી યોજાઇ

  • January 17, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં લોકોને રાષ્ટ્રીય સંદેશ આપવા માટે અને ભાષા, પ્રદેશ કે ઓખળ કરતા રાષ્ટ્ર પ્રથમ છે તે હેતુ લોકોને સમજવવા માટે ગઇકાલે શહેરમાં નેશન ફર્સ્ટ રેલીનું આયોજન કરાયુ હતુ જે બાઇક રેલીમાં અસંખ્ય યુવક-યુવતીઓ અને કાર્યકરો જોડાયા હતા આંતરરાષ્ટ્રીય હિંદુ મહાસભાના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વિશાલભાઇ ત્યાગી અને વડાપ્રધાનની લઘુમતી માટેની ૧૫ મુદા અમલીકરણ સમીતી જામનગરના સભ્યો યુનુસભાઇ સમા ના નેજા હેઠળ આ રેલી યોજાઇ હતી.



સૌપ્રથમ સાંજે લાલબંગલા સર્કલ પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતીમાને હારતોરા કરવામાં આવ્યા હતા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ રેલી લાલબંગલાથી નીકળી ટાઉનહોલ, ખાદી ભંડાર, રણજીતરોડ, રતનબાઇ મસ્જીદ, દરબાર ગઢ, સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, સાત રસ્તા સર્ક, ખોડીયાર કોલોની, ડીફેન્સ કોલોની ફરી હતી આ રેલીનલ મુખ્ય ઉદેશ રાષ્ટ્રીય સંદેશ આપવાનો હતો લોકો ભાષા અને પ્રદેશની ઓળખ કરતા હોય છે.

​​​​​​​


ત્યારે રાષ્ટ્રને પ્રથમ સ્થાન આપવુ તેમજ દેશના વિવિૂધ રાજયો અને ભાષાના લોકો એક મંચ પર એકતાનો સંદેશ આપશે ભાષાકીય અને પ્રંતીય ભેદભાવ સામે શિસ્તબઘ્ધ અને શાંતીપુર્ણ આયોજન કરવાનુ છે આમ ગઇકાલે યોજાયેલી નેશન ફર્સ્ટ રેલીમાં અનેક કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application