BREAKING NEWS

ધ્રોલના એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય બાળ દિવસની થતી ઉજવણી

  • November 17, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ અંતર્ગત ’વિજ્ઞાન રમકડા નો થેલો’ એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના ૧૭ જેટલા જૂથ બનાવી દરેક જૂથમાં બાળકોને વિવિધ રમકડાની સામગ્રીની એક કીટ આપવામાં આવી હતી.

જેમાંથી બાળકોએ જાદુઈ દોરાની રીંગ, ગ્લાસ લૂપ ગ્લાઇડર, ફૂટપટ્ટીનું હેલિકોપ્ટર, સ્ટ્રો ફેન, બલૂન બોટ, કબીલાનું ચક્ર, એનિમેશન યંત્ર, કાગળનું પ્રોપેલર કમ હેલિકોપ્ટર જેવા રમકડાઓ બાળકોએ જાતે બનાવ્યા હતા.
​​​​​​​સાથે સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જ્ઞાન પણ મેળવ્યું હતું. બધા બાળકો પોતે જાતે બનાવેલ રમકડા વિજ્ઞાન રમકડાના થેલામાં પોતાની સાથે પોતાની શાળામાં પણ લઈ ગયા અને બીજે દિવસે તેઓ પોતાની શાળાની પ્રાર્થનામાં જે બાળકો અહીં નથી આવી શક્યા તેની સામે આ રમકડાઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે રજૂ પણ કરશે. કાર્યશાળાના તજજ્ઞ તરીકે કેન્દ્રના ડો. સંજય પંડ્યા, પંકજ ડાંગર રહેલ હતા. સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ સામેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સામેલ તમામ બાળકોને અને શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત થયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application