જામનગર શહેર તથા જિલ્લામાં આવતા શનિવારે નાલ્સાના એક્શન પ્લાન મુજબ નેશનલ લોકઅદાલત યોજવામાં આવી રહી છે. તેનો લાભ લેવા માટે પક્ષકારોને અનુરોધ કરાયો છે.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૮-૩-૨૫ના જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત ફોજદારી સમાધાન પાત્ર કેસ, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમએસીપીના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરાર વીજળી અને પાણીબીલ કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ અને અન્ય સિવિલ કેસ રજૂ કરવામાં આવશે.
જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તેઓના ઉપરોક્ત જણાવેલા પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિવારણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો તે કોર્ટના કેસ લોકઅદાલત માં મુકવા માટે સંપર્ક કરવા જણાવાયું છે.
લોકઅદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોન આર્થિક નુકસાની થતી નથી અને સમયની બચત થાય છે. લોકઅદાલત અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો નં.૦૨૮૮-૨૫૫૦૧૦૬ પર સંપર્ક સાધી શકાશે. દરેક તાલુકાકક્ષાની કોર્ટમાં જો કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા, તાલુકા કોર્ટનો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech