BREAKING NEWS

રાજકોટ મનપાના ભાજપ કાર્યાલયમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષનો ફોટો દુર કરતા ચકચાર

  • December 25, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના કાર્યાલયમાંથી રાતોરાત રાષ્ટ્રીય અધ્યક્ષનો ફોટો દુર કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. પક્ષના આદેશથી આ પ્રક્રિયા કરાઇ છે કે પછી સ્થાનિક નેતાગીરીની સૂચનાથી તે અંગે આગેવાનો અને કાર્યકરોમાં તર્ક વિતર્ક સાથે ચર્ચાનો ચકડોળ જામ્યો છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, શાસક પક્ષ કાર્યાલયમાં વર્ષોથી ત્રણ તસવીરો એવી રીતે લગાવવામાં આવેલી છે કે કાર્યાલયમાં આવતા દરેક વ્યક્તિ તે તસ્વીરોને નિહાળી શકે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની તસવીર સમાવિષ્ટ છે. દરમિયાન તાજેતરમાં જે.પી.નડ્ડાની તસવીર દૂર કરી છે અને ત્યાં જગ્યા ખાલી રાખવામાં આવી છે જે બાબત પક્ષના વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જો તસવીર દૂર કરાઈ તો ત્યાં આગળ ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની તસવીર મૂકવામાં આવનાર છે કે શું ? તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ ત્રણેક દિવસ વીતી જવા છતાં ત્યાં કોઈ તસ્વીર મૂકવામાં નહી આવતા આ મામલે તર્ક વિતર્ક થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application