BREAKING NEWS

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આજે દેશવ્યાપી પ્રદર્શન

  • September 25, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં ગંભીર ગરબડ કરી હોવાના આક્ષેપો કરી તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી જોરદાર માંગણી સાથે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું એલાન આપ્યું છે અને તેમના આ પ્રદર્શનમાં સમગ્ર વિપક્ષ એકજુથ થઈ જોડાયો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહત્પલ ગાંધીએ ચૂંટણી પંચની કામગીરી અને નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં રાહત્પલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક દિગ્ગજ નેતાઓ અને સાંસદો ઉપસ્થિત રહેશે. તમામ નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને પક્ષપાતી વલણનો આરોપ લગાવ્યો છે. રાહત્પલે મુખ્ય ચૂંટણી કમિશનર સામે તીખા પ્રહારો કરતા જણાવ્યું છે કે જ્ઞાનેશ કુમાર એ યાદીમાં સૌથી ઉપર છે કે જેમને તેઓ કૌભાંડકારી ગણે છે. તેમણે જે કયુ તે દેશ હિત વિદ્ધમાં છે. તેમણે આ તકે એવો પણ દાવો કર્યેાહતો કે તેમની પાસે એવી ઘણી જાણકારી અને પુરાવા છે, જલ્દી જ તેઓ જાહેર કરશે. રાહત્પલે આ મુદ્દાને વોટ ચોરી અને કાનુન ચોરી સાથે જોડો. વિપક્ષના અન્ય નેતાઓએ પણ ચૂંટણી પંચની કાર્યશૈલી સામે ઉગ્ર રોષ વ્યકત કર્યેા હતો. તેમણે જણાવ્યું કે જો ચૂંટણી પચં નિષ્પક્ષ રહીને કામ નહીં કરે, તો દેશના લોકતંત્રને બચાવવું મુશ્કેલ બનશે. વિપક્ષી નેતાઓએ ચેતવણી આપી છે કે યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનો આ વિરોધ અલગ–અલગ માધ્યમો દ્રારા ચાલુ રહેશે.આ સમગ્ર ઘટનાક્રમને કારણે રાષ્ટ્ર્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને શાસક પક્ષ તથા વિપક્ષ વચ્ચેનો ઘર્ષણ વધુ તીવ્ર બન્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application