આજે દસ મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોએ સંયુકત રીતે ભારત બંધની જાહેરાત કરી છે. અંદાજે ૩૦ કરોડ કર્મચારીઓ ભાગ લઈ શકે છે. અહેવાલો અનુસાર, ટ્રેડ યુનિયનો ૨૦૨૫માં લાગુ કરાયેલા ચાર નવા શ્રમ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સંગઠનોએ આજે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલે ઇલેકિટ્રસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે.
પાંચ દિવસ બેંકિંગ કામની માંગ ઉપરાંત, બેંક કર્મચારીઓ હવે કેન્દ્ર સરકાર દ્રારા લાવવામાં આવેલા ચાર શ્રમ સંહિતા સામે વિરોધ પ્રદર્શન શ કરી રહ્યા છે. યુનિયનોના આરોપ મુજબ, આ શ્રમ સંહિતા હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા વિના લાવવામાં આવી છે. આ કર્મચારીઓના હડતાલના અધિકાર અને સામૂહિક એકતા છીનવી લેશે. નવા નિયમો કામદારોની સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતીને જોખમમાં મૂકશે. યુનિયન શ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતૃત્વ પૂં પાડવું, હડતાલનું આયોજન કરવું વગેરે મુશ્કેલ બનશે કારણ કે ટ્રેડ યુનિયન બનાવવાની પ્રક્રિયા જટિલ બનાવવામાં આવી છે.
બેંક કર્મચારી સંગઠનોએ હડતાળને ટેકો આપ્યો છે, જેમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. આ સંગઠનોએ સારી કાર્યકારી પરિસ્થિતિઓ અને પાંચ દિવસના કાર્ય સાહ માટેની તેમની માંગણીઓનો પુનરોચ્ચાર કર્યેા છે. બેંકિંગ સેવાઓ પર સંભવિત અસરની અપેક્ષા રાખીને, બેંક ઓફ બરોડાએ સ્ટોક એકસચેન્જોને જાણ કરી છે કે જો કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે તો કામ પ્રભાવિત થઈ શકે છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગ્રાહકોને ચેતવણી આપી છે કે હડતાળ દરમિયાન કેટલીક સેવાઓ મર્યાદિત હદ સુધી પ્રભાવિત થઈ શકે છે. આઈડીબીઆઈ બેંકને પણ યુનિયનો તરફથી ઔપચારિક સૂચના મળી છે. એટીએમ સામાન્ય રીતે કાર્યરત રહેવાની અપેક્ષા છે, પરંતુ તેમને રિફિલ કરવામાં વિલબં થઈ શકે છે. ભલે સંગઠનોએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હોય, પરંતુ નિયમનકારી બેંક, આરબીઆઈએ સત્તાવાર નિવેદન બહાર પાડું નથી. હડતાળ છતાં, બેંકો કે ભારતીય રિઝર્વ બેંકે આ દિવસે રજા જાહેર કરી નથી. આનો અર્થ એ છે કે શાખાઓ ખુલ્લી રહેશે, જોકે કેટલાક વિક્ષેપો આવી શકે છે. ગ્રાહકો વ્યકિતગત બેંક શાખાઓમાં સેવામાં વિલબં અનુભવી શકે છે. જો કે, ઓનલાઈન બેંકિંગ અને એટીએમ સેવાઓ કાર્યરત રહેશે
ગુજરાતમાં બન્કિંગ સેવાઓને મોટો ફટકો રૂા.૧૫,૦૦૦ કરોડના વ્યવહારો ખોરવાશે
આ હડતાળને કારણે ગુજરાતમાં બેંકિંગ સેવાઓને મોટો ફટકો પડશે કારણ કે કુલ ૨૫,૦૦૦ જેટલા કર્મચારીઓ આ હડતાળમાં જોડાઈ શકે, જેથી રાયમાં રાષ્ટ્ર્રીયકૃત બેંકોની અંદાજે ૩,૬૭૮ શાખાઓનું કામકાજ પ્રભાવિત થશે. રાષ્ટ્ર્રીયકૃત બેંકો ઉપરાંત ફેડરલ બેંક, કર વૈશ્ય બેંક, કર્ણાટક બેંક અને આઈડીબીઆઈના કર્મચારીઓ પણ જોડાઈ શકે છે. એક જ દિવસમાં અંદાજે ૧૫,૦૦૦ કરોડ પિયાના વ્યવહારો ખોરવાય તેવી સ્થિતિ ઉભી થશે. રાયભરમાં બેંકિંગ ઉપરાંત ઈન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ વગેરે સેવાઓ પણ ખોરવાશે.
ચાર શ્રમ સંહિતા પાછી ખેંચવા ઉપરાંત, અન્ય મુખ્ય માગણીઓ
– જૂની પેન્શન યોજના ફરીથી અમલમાં મૂકવી અને એનપીએસ નાબૂદ કરવી
– જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ બધં કરવું અને તેમને મજબૂત બનાવવું
– બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવી
– આઉટસોસિગ અને કોન્ટ્રાકટ નોકરીઓ બધં કરવી
– મોટા બાકી દેવા (ખરાબ લોન) વસૂલવા માટે કડક પગલાં લેવા
– સામાન્ય ગ્રાહકો માટે બેંકિંગ સેવા શુલ્કમાં ઘટાડો
– વીમા કંપનીઓમાં ૧૦૦ ટકા એફડીઆઈનો નિર્ણય પાછો ખેંચ
કઈ સેવાઓ ચાલુ રહેશે?
જો બેંક કર્મચારીઓ હડતાળ પર જશે, તો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ દ્રારા ચુકવણી કરી શકાશે. મોબાઇલ એપ અથવા કમ્પ્યુટરથી પૈસા ટ્રાન્સફર કરી શકશો. બેલેન્સ ચેક કરવા અથવા બિલ પેમેન્ટ જેવા કાર્યેા એ જ રહેશે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને એકસીસ જેવી મોટી ખાનગી બેંકો કાર્યરત રહેશે. જો એટીએમમાં રોકડ ઉપલબ્ધ હશે, તો તેનો ઉપયોગ પણ એ જ રહેશે
સંયુક્ત કિસાન મોરચા, વિધાર્થીઓનું સમર્થન
આ હડતાળને સંયુકત કિસાન મોરચા , કૃષિ મજૂર સંગઠનો, વિધાર્થીઓ, યુવા સંગઠનો અને અન્ય સંગઠનો દ્રારા સમર્થન આપવામાં આવ્યું છે. ખેડૂત જૂથોએ મનરેગાને પુન:સ્થાપિત કરવાની અને કૃષિને અસર કરતી નીતિઓનો વિરોધ કરવાની જરિયાત પર ભાર મૂકયો છે.