બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલિશ લુકને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં એક ફેશન ઇવેન્ટમાં નવ્યાના ગ્લેમરસ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ લુકની સૌથી ખાસ વાત એ હતી કે નવ્યાએ પોતાની માતા શ્વેતા બચ્ચનની અંદાજે 11 વર્ષ જૂની ગોલ્ડન મિની ડ્રેસ પહેરી હતી.નવ્યાએ જે હેવી ગોલ્ડન મિની ડ્રેસ પહેરી હતી, તે પ્રખ્યાત ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ જ આઉટફિટને તેની માતા શ્વેતા બચ્ચને વર્ષ 2015માં 'બીએમડબ્લ્યુ ઇન્ડિયન બ્રાઇડલ ફેશન વીક' દરમિયાન પહેર્યો હતો. આ ડ્રેસ પર ખૂબ જ ઝીણવટભર્યું એમ્બેલિશ્ડ, સિક્વિન અને બીડ્સ વર્ક કરવામાં આવ્યું છે, જે આ આઉટફિટને અત્યંત રોયલ અને રિચ લુક આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આઉટફિટની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.એક જ ડ્રેસ હોવા છતાં બંનેના લુકમાં જમાનાનો તફાવત જોવા મળ્યો હતો. શ્વેતાએ આ ડ્રેસ સાથે બલ્ડ રેડ લિપસ્ટિક, સ્ટેટમેન્ટ ગોલ્ડ બ્રેસલેટ અને બ્લેક-ગોલ્ડન હીલ્સ કેરી કરી હતી, જે તે સમયના બોલ્ડ ફેશન ટ્રેન્ડને દર્શાવતું હતું.નવ્યાએ આ ડ્રેસને એકદમ મોર્ડન અને મિનિમલ ટચ આપ્યો હતો. તેણે ગળામાં કોઈ જ હેવી જ્વેલરી નહોતી પહેરી. ન્યૂડ બ્રાઉનિશ લિપસ્ટિક, સોફ્ટ સ્મોકી આઈઝ અને ખુલ્લા વાળ સાથે તેણે પોતાના લુકને ખૂબ જ એલિગન્ટ રાખ્યો હતો.નવ્યાના આ મોર્ડન લુકે સાબિત કરી દીધું કે યોગ્ય સ્ટાઇલિંગ સાથે વર્ષો જૂના કપડાં પણ ફરીથી ટ્રેન્ડી અને નવો લુક આપી શકે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ માતા-પુત્રીના આ રી-યુઝ્ડ ફેશન સેન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.