અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગુજરાતમાં વાડીનાર રિફાઇનરી ખાતે તેના નવા પેટ્રોકેમિકલ યુનિટથી પોલીપ્રોપલિનના તેના પહેલા કન્સાઇનમેન્ટને સફળતાપૂર્વક રવાના કર્યું હતું. વર્ષે 4,50,000 ટનની ક્ષમતા સાથેનું આ યુનિટ આ વર્ષથી શરૂ થશે અને તે પોલીપ્રોપલિન માટે વધી રહેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ ભારતમાં વ્યૂહાત્મક સ્થળે સ્થિત છે.
રૂ. 6,000 કરોડની રોકાણ યોજના સાથેના આ પ્રોજેક્ટમાં પોલીપ્રોપલિન રિકવરી યુનિટનો સમાવેશ થાય છે જે અપગ્રેડેડ એફસીસી યુનિટ અને પોલીપ્રોપલિન યુનિટ છે. પોલીપ્રોપલિનની ઉત્પાદન તથા માર્કેટિંગ કામગીરીઓ સ્ટેબિલાઇઝેશન હેઠળ છે અને તેનો ઉદ્દેશ ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ તથા સર્વિસીસ આપવાનો છે.
પોલીપ્રોપલિન યુનિટ અદ્યતન યુએનઆઇપીએલ (રજીસ્ટર્ડ) ટેક્નોલોજી પ્લેટફોર્મ પર આધારિત છે, જેમાં લેટેસ્ટ જનરેશનના થૈલેટ ફ્રી કેટાલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીપ્રોપલિન ગ્રેડની સમગ્ર શ્રેણીના ઉત્પાદન માટે લેટેસ્ટ જનરેશનના થૈલેટ ફ્રી કેટાલિસ્ટનો ઉપયોગ ક્લિનર પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં મદદ કરે છે જે ફાર્મા, હેલ્થ અને સ્વચ્છતા ઉદ્યોગમાં ઉપયોગ માટે ફાયદાકારક છે.
કોવિડ રોગચાળો અને સેમીકન્ડક્ટરની અછત જેવા પડકારો હોવા છતાં યુનિટનું કામ પૂર્ણ થઈ રહ્યું છે અને કામદારોના સ્વાસ્થ્ય તથા સલામતી માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતા કોઈપણ લોસ્ટ ટાઈમ એક્સિડન્ટ વિના 31 મિલિયન માનવ કલાકથી વધુ સમય સાથે પ્રભાવશાળી સલામતી કામગીરી હાંસલ કરી રહી છે.
પશ્ચિમ ભારતમાં તેની વ્યૂહાત્મક રીતે સ્થિત રિફાઇનરી, દેશના સૌથી મોટા પેટ્રોકેમિકલ વપરાશ ક્ષેત્ર અને તેની જેટીની નિકટતા સાથે, નયારા એનર્જી આ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા સેગમેન્ટમાં મજબૂત પ્રવેશ કરવા માટે સારી સ્થિતિમાં છે.
ભારતના રિફાઇનિંગ આઉટપુટના 8 ટકા ડિલિવર કરતી મુખ્ય ડાઉનસ્ટ્રીમ કંપની તરીકે નયારા એનર્જી દેશના સપના અને આકાંક્ષાઓને બળ આપે છે, જે ભારતની ઊર્જા સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપે છે. નયારા એનર્જી “ભારતની છે અને ભારત માટે છે” જે રાષ્ટ્રની ઊર્જાની વધતી જતી માંગને પૂરી કરવા માટે અત્યંત પ્રેરિત અને પ્રતિબદ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech