BREAKING NEWS

કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

  • August 01, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતે કુલ 6 મેડલ જીત્યાહતા. જો કે બધાની નજર નીરજ ચોપરા પર હતી પરંતુ તે ગોલ્ડ મેડલ ચુકી ગયો હતો અને 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. યશવીર સિંહે 85.41 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. શ્રીલંકાના રુમેશ પથિરાજે 89.75 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.જો કે ગેમ્સના આઠમા દિવસે જુડો તેમજ ડેકાથલોન ઇવેન્ટમાં ભારતે 2 ગોલ્ડ મેડલ અંકે કર્યા હતા.

ભારત મેડલ ટેલીમાં 10મા ક્રમે છે. ટીમે કુલ 5 ગોલ્ડ, 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. શુક્રવારે, ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. અસ્મિતા ડેએ જુડોમાં ઇતિહાસ રચ્યો, આ રમતમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. માત્ર 15 મિનિટ પછી, દિવસનો ભારતનો બીજો ગોલ્ડ મેડલ હર્ષ સિંહના નામે આવ્યો. તેજસ્વિન શંકરે એથ્લેટિક્સમાં પણ ઇતિહાસ રચ્યો, ડેકાથલોન ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application