શહેરના દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં રહતી યુવતીને પાડોશી પિતા-પુત્રે તું વિચારી પણ ન શકે તેવા તારા હાલ કરીશ, તારૂ ભેજું કાઢી નાખીશ તેવી ધમકી આપી હતી. જે અંગે યુવતી દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, નફીસાબેન કરીમભાઈ મોદી (ઉ.વ.૩૫ રહે. દુધની ડેરી ભગવતી સોસાયટી શેરી નં.૧ હૈદરી ચોક દૂધ સાગર રોડ, રાજકોટ) દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાદર હૈદરભાઇ ચોપડા,ફારૂક કાદરભાઇ ચોપડા(રહે.બંને ભગવતી સોસાયટી શેરી નં. ૧) ના નામ આપ્યા છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે માતા હવાબેન તથા ભાઈ કાદર (ઉ.વ.૪૫) સાથે રહે છે. ફરિયાદીના માતા ખુબ જ વયોવૃધ્ધ છે તથા ભાઈ શારીરીક રીતે સક્ષમ નથી તેમજ તે બોલી પણ શકતો નથી તેમજ બીજો ભાઈ મહમદહુસેનભાઈ જે ન્યુ સાગર સોસયટી જંગલેશ્વર ખાતે તેના પરિવાર સાથે રહે છે.
ગઈ તા.૭/૧૧/૨૦૨૫ ના રોજ બપોરના ચારેક વાગ્યા આસપાસ યુવતી ઘરે હતી ત્યારે મારા ઘરની બાજુમાં રહેતા કાદરભાઈ હૈદરભાઈ ચોપડા તથા તેનો દીકરો ફારૂક યુવતી તથા તેના માતાને શેરીમાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો જેથી યુવતી ઘરની બહાર નીકળી ગાળો આપવાની ના પાડતા ફારૂક હું તને જોઈ લઈશ તું વિચારી પણ નહીં શકે તેવા તારા હાલ કરી નાખીશ તેમ કહ્યું હતું. બાદમાં ત્યાં પડેલ ઇંટ ઉપાડેલ તથા કાદર ભાઇ તારૂ તો આજે મર્ડર કરી નાખવુ છે અને તારૂ ભેજુ કાઢી નાખીશ કહી ધમકી આપી હતી.
પાડોશી પરિવાર અવાર નવાર હેરાન પરેશાન કરે છે તથા ઘણીવાર કાદરભાઈ ઘરમાં તેની ઘરની અગાશીમાંથી ફરિયાદી ઘરમાં ઈટના આડેધડ ઘા પણ કરતા પરંતુ યુવતી એકલી રહેતી હોવાના લીધે કોઇ જાતની પોલીસ ફરિયાદ કરી ન હતી. યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આ શખસો મારી પાસે મકાનની માંગણી કરતા હોય અને આ લોકો રેંકડીનો ધંધો કરતા હોય જે રેંકડીઓ મારા ઘરની આગળ મને નડે તે રીતે રાખે છે. જેથી આ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવી છે.