શહેરના પોપટપરા વિસ્તારમાં પ્રૌઢના મકાનમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઇ હતી. આ ચોરીમાં ક્રાઇમ બ્રાંચે પ્રૌઢના ભત્રીજાને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી .૯૬ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો.
જાણવા મળતી વિગતો મુજબ, પોપટપરા શેરી નં.૧૦ માં ગવર્મેન્ટ સ્કૂલ નં.૩૩ ની પાછળ રહેતાં હીતેષભાઇ ચંન્દ્રવદનભાઇ ડોડીયા (ઉ.વ.૫૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જી.આઈ.ડી.સીમાં કામ કરે છે. તેઓના મકાનમાં ઉપરના માળે તેમના નાના ભાઇ આનંદભાઇ ડોડીયા તેના પરિવાર સાથે રહે છે. ગઇ તા. ૨૭૧૦૨૦૨૪ ના તેમના સસરા ધીભાઈ પીઠવાનું અવસાન થયુ હોય જેથી પત્ની સાથે બગસરાના ઉમરાડી ગામ ગયેલ હતા. તેમના વયોવૃધ્ધ માતા ઘરે એકલા હતા. ત્યારબાદ બીજા દિવસે તેઓ ઘરે આવેલ અને તેમના પત્ની તા.૨૪૧૧૨૦૨૪ ના ઘરે આવ્યા હતાં. પત્નીએ કબાટમા આવેલ તીજોરી ખોલીને જોયુ તો તેમાં રહેલા રોકડ પીયા અને સોનાના દાગીના જોવા મળેલ હતા. જેથી કોઈ અજાણ્યો શખ્સ સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાઈ હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઇ એમ.કે.મોવલિયા ટીમ તપાસમાં હતી તેવામાં એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ દાફડા અને કોન્સ્ટેબલ તુલસીભાઇ ચુડાસમાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરીના બનાવને અંજામ આપનાર અશં આનદં ડોડીયા (ઉ.વ.૨૦),(રહે.પોપટપરા શેરી નં.૧૦) ચોરેલ સોનાનો ચેઈન ગીરવે મુકવા જતાં ઝડપી પાડો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ફરિયાદીનો સગો ભત્રીજો થાય છે અને તે તેમના મકાનની ઉપર જ રહેતો હોય જેથી ફરિયાદી અને તેમના પત્ની બહારગામ જતાં ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપી પાસેથી .૯૩ હજારની કિંમતનો ચેઇન અને રોકડ .૩ હજાર મળી .૯૬ હજારનો મુદામાલ કબજે કર્યેા હતો. આરોપી વિદ્ધ અગાઉ દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાઇ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech