BREAKING NEWS

યુએનના મંચ પર નેતન્યાહુનું પેજ પ્રદર્શન હિઝબુલ્લાહ પરના હુમલાની યાદ અપાવી

  • September 25, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંયુકત રાષ્ટ્ર્ર મહાસભા ના મચં પરથી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પએ એક મોટું અને ચર્ચાસ્પદ પગલું ભરીને વૈશ્વિક રાજકારણમાં ફરી ગરમાવો લાવી દીધો છે. પોતાના સંબોધન દરમિયાન નેતન્યાહુએ વર્ષ ૨૦૨૪માં લેબનોનમાં હિઝબુલ્લાહ વિદ્ધ કરવામાં આવેલા કુખ્યાત 'પેજર વિસ્ફોટ હત્પમલા'ની યાદ અપાવતા હાથમાં પેજર લહેરાવ્યું હતું.મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન બેન્જામિન નેતન્યાહત્પભાઈએ હાથમાં પેજર પકડીને સભ્યોને સંબોધતા કહ્યું કે, પેજર યાદ છે ને? તે યાદ છે? તેમણે આગળ કડક શબ્દોમાં ઉમેયુ કે, હિઝબુલ્લાહ તેને ચોક્કસપણે સારી રીતે યાદ રાખશે. આ સંબોધન દરમિયાન યારે નેતન્યાહત્પ મચં પર આવ્યા, ત્યારે ગાઝા અને લેબનોનમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં અનેક દેશોના પ્રતિનિધિઓ હોલમાંથી વોકઆઉટ કરીને બહાર જતા રહ્યા હતા.એ વખતે ઇઝરાયેલના વડાપ્રધાને વોક આઉટ કરનારા ડીપ્લોમેટસને કાયર તરીકે સંબોધ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લેબનોન અને સિરિયામાં હિઝબુલ્લાહના સભ્યો દ્રારા ઉપયોગમાં લેવાતા હજારો હેન્ડહેલ્ડ પેજર્સ અને વોકી–ટોકીઓ એકસાથે વિસ્ફોટ થઈને ફાટા હતા. આ અત્યતં ગુ અને ચોંકાવનારા સાયબર–ઇન્ટેલિજન્સ ઓપરેશનમાં ડઝનેક લોકોનાં મોત થયા હતા અને લગભગ ૩,૦૦૦ થી ૪,૦૦૦ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ હત્પમલા બાદ નવેમ્બર ૨૦૨૪માં ઇઝરાયેલના વડાપ્રધાને સત્તાવાર રીતે સ્વીકાયુ હતું કે આ પેજર ઓપરેશનને તેમણે જ મંજૂરી આપી હતી. ઇઝરાયેલની ગુચર સંસ્થા મોસાદે સપ્લાય ચેઈન સાથે છેડછાડ કરીને આ ઉપકરણોમાં વિસ્ફોટક પદાર્થેા ફિટ કર્યા હતા.યુએન મચં પરથી નેતન્યાહત્પએ વોકઆઉટ કરનાર પ્રતિનિધિઓને 'મોરલ કાવડર્સ' (નૈતિક રીતે કાયર) ગણાવ્યા હતા અને આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ઇઝરાયેલની ટીકા કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કતાર અને તુર્કી સહિતના દેશોની નીતિઓની પણ આલોચના કરી હતી. આ ઘટનાએ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે મધ્યપૂર્વના તણાવ અને સુરક્ષા મુદ્દાઓની ચર્ચાને ફરી એકવાર તેજ બનાવી દીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application