અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ને મળ્યા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને એક ખાસ ભેટ આપી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ ને મળ્યા બાદ, નેતન્યાહૂએ તેમને એક સોનાનું પેજર ભેટમાં આપ્યું હતું.પીએમ નેતન્યાહૂના કાયર્લિય દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે ટ્રમ્પ્ને ભેટ તરીકે ગોલ્ડન પેજર આપવામાં આવ્યું છે. આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતીક છે, જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માયર્િ ગયા હતા.
નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં પેજર્સમાં અનેક વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થવા લાગ્યા. આ વિસ્તારોને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. આ પછી, લેબનોનમાં વોકી-ટોકી ઉપરાંત, સોલાર પેનલ અને હેન્ડહેલ્ડ રેડિયોમાં પણ વિસ્ફોટ થયા. બેરૂત સહિત લેબનોનના ઘણા શહેરોમાં ઘરોના સોલાર સિસ્ટમમાં વિસ્ફોટ થયા હતા.
હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર્સમાં થયેલા વિસ્ફોટોમાં 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 40 લોકો માયર્િ ગયા હતા. ઘાયલોમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ઈરાની રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલ થયા હતા.નેતન્યાહૂએ પુષ્ટિ આપી હતી કે તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લક્ષ્યો પર પેજર હુમલાને મંજૂરી આપી હતી, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માયર્િ ગયા હતા અને 3,000 થી વધુ ઘાયલ થયા હતા.
હિઝબુલ્લાહના લડવૈયાઓ પેજરનો ઉપયોગ કેમ કરતા હતા
ઇઝરાયલ પર હમાસના હુમલા પછી, હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વએ તેના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે મોબાઇલ કે ઇન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે ઇઝરાયલી સેના અને મોસાદ હિઝબુલ્લાહ લડવૈયાઓના સ્થાન પર સતત નજર રાખતા હતા. પેજરની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેક કરી શકાતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech