BREAKING NEWS

જામનગરમાં મોબાઇલ શોધી આપતી નેત્રમ ટીમ

  • November 21, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ગ્રામ્ય ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની સુચના મુજબ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમના સ્ટાફ સીસીટીવી કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અજરદાર દિનેશભાઇ વઘોરા રહે. જામનગરવાળાના જણાવ્યા મુજબ તા. ૧૯-૧૧ના સવારે ૧૧ના નિયમિત કામ સબબ બેડી ગેઇટ સર્કલથી લાલબંગલા સર્કલ જવા માટે રીક્ષામાં બેઠા હતા.


લાલ બંગલા પહોચતા તેઓ ઉતાવળે તેઓનો રેડમી મોબાઇલ કિ. ૧૫ હજારવાળો શરતચુકથી રીક્ષામાં જ ભુલી ગયા હોય જે બાબતે અરજદારે કમાન્ડ ક્ધટ્રોલ રૂમનો સંપર્ક કરતા ઇન્ચાર્જ પીએસઆઇ એન.સી. સોનૈયાના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા અલગ અલગ સીસીટીવી ચકાસતા અરજાદરનો ફોન રીક્ષા નં. જીજે૧૦ટીવી-૬૮૬૯માં ભુલી ગયા હોવાનુ જણાઇ આવેલ જેથી રીક્ષા ચાલકના વાહન નંબર પરથી આઇટીએમસ ચલણ વેબસાઇટની મદદથી મોબાઇલ નંબર શોધી અને સંપર્ક કરી તેની પાસેથી અરજદારનો મોબાઇલ મેળવી ગણતરીની કલાકોમાં શોધી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application