જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ કમાન્ડ ક્ધટ્રોલ રૂમના સ્ટાફના સીસીટીવી કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા.
અરજદાર અજય રોનાર, મુળ નેપાળ, હાલ રહે. જામનગરવાળા તા. ૧૧-૧૧-૨૫ના સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ તરફ તેઓના મિત્ર સાથે રીક્ષામાં બેઠા હતા અને દિગ્જામ સર્કલ આવતા ઉતરી ગયેલ હોય, તેમજ તેઓનું બેગ જેમા રહેલ પાસપોર્ટ, ફલાઇટ ટીકીટ તથા રોકડ રકમવાળુ રીક્ષામાં ભુલી ગયેલ હોય.
ત્યારબાદ રાજકોટથી કાઠમંડુ વાયા મુંબઇ ફલાઇટ હોય, રાજકોટ એરપોર્ટ ખાતે ચેકઇન કરવાનું જરૂરી હોય તેવુ જણાવતા, કમાન્ડ ક્ધટ્રોલનો સંપર્ક કરતા પીએસઆઇ બી.બી. સીંગલના માર્ગદર્શન મુજબ એએસઆઇ પરેશભાઇ ખાણધર, પો.કોન્સ રેખાબેન દાફડા, મનિષાબેન શુકલ, સંજયભાઇ જોડ તથા એન્જીનીયર પ્રિતેશ વરણ સહિતના અધિકારી દ્વારા અલગ અલગ સીસીટીવી ફુટેજ ચકાસતા દિગ્જામ સર્કલ તથા ક્રિસ્ટમલ મોલ વિસ્તારના સીસીટીવી કેમેરામાં જોતા અજરદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. જીજી૧૦ટીડબલ્યુ-૯૦૪૫વાળી હોવાનું જણાઇ આવતા સદર રીક્ષાચાલકનો આરટીઓ ડેટા ચેક કરતા રીક્ષાચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગ તથા પાસપોર્ટ મેળવી અરજદારને શોધી આપી સમયસર એરપોર્ટ ખાતે પહોચાડવામાં મદદરૂપ થયા હતા.