BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં નવું જીરૂ આવ્યું: ભંડારીયાના ખેડુતને મણના રૂ. ૨૫,૫૫૫ ઉપજયા

  • January 02, 2026 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાપા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે નવું જીરૂ આવ્યું હતું, જેના મુર્હુતના સોદામાં ભંડારીયાના ખેડુતને ૨૫, ૫૫૫ જેવી માતબર રકમ મણની ઉપજી હતી, માવઠાના કારણે છેલ્લા બે દિવસથી મગફળી, લસણ, ડુંગળી, સોયાબીન વગેરે જણસોની આવક બંધ કરી દેવામાં આવી હતી.


આજે યાર્ડમાં નવા જીરાનું આગમન થયું હતું જે ભંડારીયાના ખેડુત જીવા ભોજા કનારા લાવ્યા હતાં જેને મણના રૂ.૨૫, ૫૫૫ ઉપજયા હતાં, જેના કમીશન એજન્ટ અખંડ એન્ટરપ્રાઇઝ હતાં અને કનૈયા ટ્રેડીંગ પાર્ટી દ્વારા આ જીરૂ ખરીદવામાં આવ્યું હતું. 


ગુ‚વારે નવા વર્ષના પ્રારંભે ઘણી બધી જણસોની આવકમાં બે્રક મારી દેવામાં આવી હતી, ગઇકાલે ફકત ૮૧૨૯ મણ કુલ જણસ નોંધાઇ હતી જે ૩૫૦ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી અને ૩૦૮૩ ગુણીનું વેંચાણ થયું હતું. 


ગુરૂવારે નોંધાયેલા જણસોના ભાવ પર નજર કરીએ તો જુવાર ૪૦૦ થી ૫૦૫, બાજરી ૩૦૦ થી ૪૩૦, ઘઉં ૪૫૦ થી ૫૩૦, મગ ૧૨૦૦ થી ૧૪૫૦, અડદ ૧૦૦૦ થી ૧૧૬૦, ચોળી ૨૦૦ થી ૩૦૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૬૨૫, તલી ૧૩૭૦ થી ૨૦૦૦, લસણ ૧૦૦૦ થી ૧૮૦૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૪૦, જીરૂ ૩૮૦૦ થી ૪૨૨૫નો સમાવેશ થાય છે તેમ યાર્ડના સેક્રેટરી હીતેશ પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application