વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૬ પહેલા, ગુજરાત સરકાર નવી ઔધોગિક નીતિ અને નવી સ્ટાર્ટ–અપ નીતિ જાહેર કરવાની દિશામાં કાર્યવાહી શ કરશે આ નવી નિતી વર્ષ ૨૦૨૫ દરમિયાન જાહેર કરવામાં આવશે. વર્તમાન ઔધોગિક નીતિની મુદત વર્ષ ૨૦૨૫ માં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે રાય સરકારના ઉધોગ અને ખાણ ખનીજ વિભાગ દ્રારા નવી પોલીસનીને લઈને કવાયત શ કરવામાં આવી છે વર્તમાન પોલિસીમાં રહેલી ખામીઓને દૂર કરીને નવી પોલીસીમાં નવા આયામોને સ્થાન આપવામાં આવશે તેમ ઉધોગોને ખાણ ખનીજ વિભાગના સૂત્રો જણાવે છે.
રાયના ઉધોગ અને ખાણ વિભાગના મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલની ઔધોગિક નીતિની મુદત ૨૦૨૫ માં સમા થશે. નવી ઔધોગિક નીતિ માટે ડ્રાટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટેનો અન્ય રાયોની ઔધોગિક નીતિઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેનું વિશ્લેષણ શ કરવામાં આવ્યું છે જેના આધારે આગામી નવી પોલીસી તૈયાર કરવામાં આવશે. વિભાગ દ્રારા આગામી દિવસોમાં એમએસએમઇ અને મધ્યમ ઉધોગ ગૃહો સાથે વિસ્તૃત પરામર્શ શ કરવાની દિશામાં કવાયત શ કરાય છે.
નવી ઔધોગિક નીતિ સાથે, સરકાર નવી સ્ટાર્ટઅપ નીતિ પણ રજૂ કરશે હાલમાં, ત્રણ અલગ–અલગ વિભાગો પાસે સ્ટાર્ટઅપ માટે ત્રણ નીતિઓ છે, અને તેમાં અસંખ્ય ત્રુટીઓ જોવા મળી રહી છે. નવી નીતિનો વ્યાપ વધારવાની સાથે આકર્ષક બનાવવામાં આવશે હાલની નીતિમાં સેમિકન્ડકટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ફિનટેક અને અન્ય જેવા નવા ફોકસ સેકટરનો સમાવેશ થતો નથી. એક નવો અભિગમ સામેલ કરવાનો પણ પ્રયાસ કરવામા આવી રહયો છે. ઉપરાંત પ્રદૂષણ મુકત ઉધોગોના તમામ પાસાઓને નવી ઔધોગિક નીતિમાં સમાવેશ કરવામા આવશે.
રાય સરકારનો ઉદ્દેશ્ય ઉધોગોને લાભ વધારવા માટે વિવિધ યોજનાઓને કેન્દ્રીય યોજનાઓ સાથે સીધી રીતે જોડવાનો પણ છે. રાય સરકાર એસ્ટાબ્લિસ હેડ યુનિટસ તેમજ સ્ટાર્ટઅપ્સ માટે સૂચિત નીતિમાં નાણાકીય તેમજ અન્ય લાભો વધારી શકે છે,વધુમા સરકાર રોજગારીની સંખ્યામાં નોંધપાત્ર સુધારો કરવાની દિશામા આગળ વધશે તેેમ સુુત્રો જણાવી રહયા છે.તેથી રાય સરકાર એવા ઉધોગોને પ્રોત્સાહિત કરવા માગે છે કે જેઓ વધુને વધુ લોકોને રોજગાર આપી શકે તે દિશામા જ આગ્રહ રાખવામા આવયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૈભવ સૂર્યવંશી 16 વર્ષનો છે, 14નો નહી
May 02, 2025 11:08 AMટ્રમ્પ ટેરિફ પર ચર્ચા કરવા માટે ઉત્સુકઃ ચીની મીડિયાનો દાવો
May 02, 2025 11:05 AMઆજે દુનિયા જોશે ભારતની શક્તિ, કાંપી રહેલા પાકિસ્તાનનો વધશે ભય
May 02, 2025 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech