યુએસમાં ગ્રીન કાર્ડના નવા નિયમો આજથી લાગુ, ભારતીયોની ચિંતા વધશે
યુએસમાં ગ્રીન કાર્ડના નવા નિયમો આજથી લાગુ, ભારતીયોની ચિંતા વધશે
September 18, 2026 02:30 PM
અમેરિકામાં આજથી એટલે કે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬થી ગ્રીન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્રારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, હવે 'પબ્લિક ચાર્જ' એટલે કે સરકારી સહાય કે મદદ પર નિર્ભરતાના આધારે અયોગ્યતા નક્કી કરવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે.જેના પગલે ગ્રીન કાર્ડ માટે અરજદાર ભારતીયોની ચિંતા વધશે.યુએસમાં આ ફેરફારો મોટાભાગના કુટુંબ અને રોજગાર–આધારિત ગ્રીન કાર્ડ અરજદારો માટે નાણાકીય ચકાસણીનો અવકાશ વિસ્તૃત કરે છે.જો કે જે ભારતીયો આર્થિક રીતે સક્ષમ અને મજબુત છે તેમને વધારી કોઈ યાતના નહી સહેવી પડે, એટલું ચોક્કસ કે આખી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલું જ. અમેરિકામાં લાગુ થયેલા આ નવા નિયમો ખાસ કરીને પરિવાર–આધારિત અને રોજગાર–આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માગતા અરજદારોને સીધી અસર કરશે. આ નિયમો હેઠળ અરજદારોની નાણાકીય સ્થિતિની વ્યાપક તપાસ કરવામાં આવશે, જેથી એ જાણી શકાય કે શું તે વ્યકિત ભવિષ્યમાં અમેરિકન સરકારની કલ્યાણકારી યોજનાઓ કે આર્થિક સહાય પર નિર્ભર બની શકે છે કે નહીં.અને તેના આધારે અરજદારને ગ્રીન કાર્ડ આપવું કે નહી તે નક્કી થઈ શકે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીયો માટે આ નિયમો ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ અને એચ–વનબી વિઝા પર કામ કરતા વ્યાવસાયિકો કે જેઓ રોજગાર–આધારિત ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે, તેમને હવે વધુ કડક નાણાકીય મૂલ્યાંકનમાંથી પસાર થવું પડશે. જો કે, જે ઉમેદવારોની નાણાકીય સ્થિતિ મજબૂત છે અને જેઓ સ્વતત્રં રીતે સક્ષમ છે, તેમને આ પ્રક્રિયામાં વધુ મુશ્કેલી નહીં પડે, પરંતુ અરજી પ્રક્રિયા લાંબી અને જટિલ ચોક્કસ બનશે