BREAKING NEWS

અમેરિકામાં ટ્રમ્પની તસવીરવાળા નવા પાસપોર્ટની ડીઝાઈન જાહેર

  • June 27, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે મર્યાદિત આવૃત્તિમાં ખાસ પસ્સ્પોર્ત જારી કરવામાં આવનાર છે, જેમાં ટ્રમ્પની તસ્વીર મુકવામાં આવી છે જેની ડીઝાઈન પણ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા મર્યાદિત આવૃત્તિ યુએસ પાસપોર્ટની ઝલક આપી, જે અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે જારી કરવામાં આવનાર છે. ફોટાની પાછળ યુએસ સ્વતંત્રતાની ઘોષણાપત્રનો ટેકસટ છે. પૃના તળિયે ટ્રમ્પની સહી પણ દેખાય છે. પાસપોર્ટના પહેલા પૃ પર અમેરિકન કલાકાર જોન ટ્રમ્બુલનું પ્રખ્યાત ચિત્ર, ધ ડિકલેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ છે, જે સ્વતંત્રતાની ઘોષણાપત્ર રજૂ કરવામાં આવી તે ઐતિહાસિક ક્ષણને દર્શાવે છે.
મળતા અહેવાલો અનુસાર, આ પાસપોર્ટમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રમ્પની છબી વોશિંગ્ટનમાં સ્મિથસોનિયન નેશનલ પોટ્રેટ ગેલેરીમાં પ્રદર્શિત તેમના સત્તાવાર પોટ્રેટ પર આધારિત હોય તેવું લાગે છે. આ છબી આ વર્ષની શઆતમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્રારા બહાર પાડવામાં આવેલી પ્રારંભિક ડિઝાઇનથી અલગ છે. તે સમયે, પાસપોર્ટમાં ટ્રમ્પની એક અલગ છબી હતી.બાદમાં, વ્હાઇટ હાઉસના સત્તાવાર એકાઉન્ટે પણ આ જ છબી શેર કરી. પોસ્ટમાં લખ્યું હતું, અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠને સમર્પિત નવો યુએસ પાસપોર્ટ. યારે મીડિયાએ વ્હાઇટ હાઉસને પૂછયું કે શું આ અંતિમ અને સત્તાવાર પાસપોર્ટ ડિઝાઇન છે, ત્યારે વ્હાઇટ હાઉસે આ પ્રશ્ન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને મોકલ્યો. જો કે, આ બાબતે સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ ખાસ પાસપોર્ટની જાહેરાત સૌપ્રથમ એપ્રિલમાં અમેરિકાની ૨૫૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ પે કરવામાં આવી હતી. તે સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે તે મર્યાદિત આવૃત્તિનો પાસપોર્ટ હશે. તેમાં આગળ, પાછળ અને અંદરના કવર પર ખાસ ડિઝાઇન અને નવી આર્ટવર્ક હશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application