BREAKING NEWS

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના છ ડેમમાં નવા નીર; ન્યારી–૨ ડેમ ઉપર ત્રણ ઈંચ વરસાદ

  • July 17, 2026 12:00 PM 

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી પાંચ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક નોંધાઇ છે, યારે રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલા ન્યારી–૨ ડેમની સાઇટ ઉપર સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લાના ન્યારી–૧ ડેમમાં ૦.૧૬ ફટ, ન્યારી–૨ ડેમમાં ૦.૬૬ ફટ, કરમાળ ડેમમાં ૦.૩૩ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૩૦ ફટ, ડેમી–૧માં ૦.૦૭ ફટ અને મચ્છુ–૩માં ૦.૨૦ ફટ નવા નીરની આવક થવા પામી છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો હતો જેમાં રાજકોટ જિલ્લાના ન્યારી–૨ ડેમ ઉપર સૌથી વધુ ત્રણ ઈંચ, આજી–૩ ઉપર એક ઈંચ, ડોંડી ઉપર સવા ઈંચ, ફાળદંગબેટી ઉપર ૧૦ મીમી, લાલપરી તળાવ ઉપર સાત મીમી, છાપરવાડી–૨ ઉપર બે મીમી, કરમાળ ઉપર પાંચ મીમી, કરણુંકી ઉપર દોઢ ઈંચ, માલગઢ ઉપર અડધો ઈંચ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨ ઉપર ત્રણ મીમી, ડેમી–૨ ઉપર એક ઈંચ, બંગાવડી ઉપર સવા ઈંચ, મચ્છુ–૩ ઉપર એક ઈંચ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા) ડેમ ઉપર પાંચ મીમી તથા ધારી ડેમ ઉપર એક મીમી વરસાદ નોંધાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application