આજી, મચ્છુ સહિત ૪ ડેમમાં ૦.૧૦થી પોણો ફટ સુધી નવા નીરની આવક થઇ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા ઝાપટા વરસતા છેલ્લા ૨૪ કલાકમાં આજી અને મચ્છુ સહિત ચાર ડેમમાં ૦.૧૦ ફટથી પોણો ફટ સુધી નવા નીરની આવક થઈ છે, યારે આઠ ડેમ ઉપર પાંચ મીમીથી દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
વિશેષમાં લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આજી–૩માં ૦.૧૩ ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૩૬ ફટ, મચ્છુ–૩માં ૦.૧૩ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ફલકુ ડેમમાં અડધો ફટ અને વાંસલ ડેમમાં પોણો ફટ નવા નીરની આવક નોંધાઇ છે.
આ ઉપરાંત આઠ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટ જિલ્લામાં ખોડા પીપર ડેમ ઉપર પાંચ મીમી, છાપરવાડી–૧ ડેમ ઉપર પાંચ મીમી, મચ્છુ–૩ ઉપર ચાર મિમી, જામનગર જિલ્લામાં સપડા ડેમ ઉપર સવા ઈંચ, વિજરખી ઉપર ૧૦ મીમી, રંગમતી ઉપર પાંચ મીમી, કંકાવટી ઉપર પાંચ મીમી, પારેલ ડેમ ઉપર દોઢ ઈંચ, વઢવાણ ભોગાવો–૨ ( ધોળીધજા) ડેમ ઉપર ૧૫ મીમી અને વાંસલ ડેમ ઉપર ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો.