રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૫ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૦.૧૦ ફૂટથી એક ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. કુલ ૮૩ પૈકી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી. હાલ સુધીમાં નદી, નાળા અને ચેકડેમો ઓવરફ્લો થઇ ચૂક્યા હોય હવે સીધી જ મોટા જળાશયોમાં આવક થઇ રહી છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપરનો ન્યારી-૨ ડેમ ઓવરફ્લો થવામાં હવે ફ્ક્ત બે ફૂટનું છેટું રહ્યું છે.
વિશેષમાં રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં ભાદર-૧માં ૦.૦૩ ફૂટ, આજી-૧માં ૦.૦૩ ફૂટ, આજી-૩માં અડધો ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨માં અડધો ફૂટ, ફાડદંગ બેટીમાં ૦.૧૬ ફૂટ, કરમાળમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨માં ૦.૧૬ ફૂટ, માલગઢમાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં એક ફૂટ, ડેમી-૧માં ૦.૨૬ ફૂટ, ડેમી-૨માં ૦.૩૩ ફૂટ, જામનગર જિલ્લામાં ઊંડ-૧માં ૦.૮૫ ફૂટ, ઉમિયાસાગરમાં ૦.૧૬ ફૂટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ભોગાવો-૧માં ૦.૧૦ ફૂટ નવા નીરની આવક થવા પામી છે.