BREAKING NEWS

નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કુવાડવામાં ભવ્ય સ્વાગત, 400 કારના કાફલા સાથે રેલી

  • October 15, 2025 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું બોમ્બે સુપર સીડ્સ ખાતે ભવ્ય સ્વાગત, 400 કાર સાથે રેલી ગ્રીન લેન્ડ ચોકડી સુધી નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે. બોમ્બે સુપર સીડ્સ ખાતે જિલ્લા ભાજપ સહિત અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 હજારથી વધુ કાર્યકરોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. 


કુમકુમ તિલકથી પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનું બોમ્બે સુપર સીડ્સ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બોમ્બે સુપર સીડ્સથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી 400 કારનો કાફલો નીકળ્યો છે. બીજી તરફ રેસકોર્સ ગ્રાઉન્ડમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને લોકો ઉમટી પડ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application