BREAKING NEWS

પ્રેમલગ્નના સાત મહિનામાં નવોઢાએ ફિનાઈલ પીધું

  • May 05, 2026 11:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કેનાલરોડ પર વસુંધરા સોસાયટીમાં રહેતી દિપાલીબેન મિલનભાઈ દેવડા (ઉ.વ ૨૦)ની નવોકાએ આજે વહેલી સવારે ચારેક વાગ્યે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોતે હંસરાજનગરમાં આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરે છે અને સાત મહિના પહેલા જ બહેનપણીના ભાઈ મિલન સાથે પ્રેમ થઈ જતા લવ મેરેજ કર્યા હતા. દરમિયાન પતિ માતા સાથે રહેવા જતા રહેતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચિકના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી  બીજા બનાવમાં આજીડેમ B ચોકડી નજીક અનમોલ પાર્કમાં રહેતો અરવિંદ જોગીન્દર ગોલ (ઉ.વ.૩૦)ના યુવકે રાત્રીના અગ્યારેક વાગ્યે કલરમાં નાખવાનું લીકવીડ પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ઘરી છે. ત્રીજા બનાવમાં ગેલેકસી સિનેમા સામે શૌચાલયમાં યુવકે ઝેરી દવા પી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકનું નામ પૂછતાં કચય રમેશભાઈ લખતરીયા (ઉ.૨.૪૦)નો હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application