BREAKING NEWS

લગ્ન જીવનના ૮ વર્ષ બાદ પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરી વચ્ચે અણબનાવના સમાચાર

  • July 04, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લ જીવનના ૮ વર્ષ બાદ પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરી વચ્ચે અણબનાવના સમાચારસોશિયલ મીડિયા પર એક–બીજાને કર્યા અનફોલોવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સમાંથી એક એવા પ્રિન્સ નલા  અને યુવિકા ચૌધરી ના લજીવનમાં બધું બરાબર ન ચાલી રહ્યું હોવાની અફવાઓ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા આ કપલે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો  કરી દીધા હોવાનું ચાહકોના ધ્યાને આવતા જ બંનેના ટૂંક સમયમાં છૂટાછેડા  થવાના હોવાની અટકળો વહેતી થઈ છે.
સોશિયલ મીડિયાના યુગમાં કોઈ કપલ એકબીજાને અનફોલો કરે તેને સંબંધોમાં તિરાડ પડવાનો સૌથી મોટો સંકેત માનવામાં આવે છે. પ્રિન્સ અને યુવિકાના કિસ્સામાં પણ આવું જ જોવા મળ્યું છે. રિપોટર્સ અનુસાર, બંનેએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એકબીજાને અનફોલો કરી દીધા છે. આ પગલાં બાદ ઈન્ટરનેટ પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે દીકરીના જન્મ બાદ બંને વચ્ચેની ગેરસમજ અને વિવાદ એટલો વધી ગયો છે કે હવે તેઓ અલગ થવાનો નિર્ણય લઈ રહ્યા છે. તથ્યોની ચકાસણી કરીએ તો, પ્રિન્સ અને યુવિકાના લ વર્ષ ૨૦૧૮માં થયા હતા. લના ઘણા વર્ષેા બાદ આ કપલે મેડિકલ સાયન્સ આઈવીએફની મદદ લીધી હતી. લાંબા સ્ટ્રગલ અને મુશ્કેલ ગર્ભાવસ્થા બાદ વર્ષ ૨૦૨૪ના અંતમાં યુવિકાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ 'ઇકલીન' રાખવામાં આવ્યું છે.
જોકે, દીકરીના જન્મના સમયથી જ બંને વચ્ચે અણબનાવની વાતો સામે આવવા લાગી હતી. એક સમયે ડિલિવરીના વ્લોગ  બનાવવા બાબતે પ્રિન્સે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યકત કરી હતી કે કેટલાક લોકો માટે સંબંધો કરતાં વ્લોગ વધુ મહત્ત્વના બની ગયા છે. આ અણબનાવ બાદ યુવિકા પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન નો શિકાર પણ બની હતી. અગાઉ પણ યારે આવી અફવાઓ ઉડી હતી, ત્યારે પ્રિન્સ નલાએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ્રતા કરતા જણાવ્યું હતું કે દરેક પતિ–પત્નીના જીવનમાં મુશ્કેલ સમય આવે છે અને અમારી વચ્ચે પણ સામાન્ય ઝઘડા થતા રહે છે. લોકો તેનો ખોટો મતલબ કાઢીને છૂટાછેડાની અફવાઓ ફેલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application