BREAKING NEWS

જામનગર પંથકમાં પોલીસ દ્વારા નાઇટ કોમ્બીંગ : અનેક દંડાયા

  • January 19, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર/જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને કોમ્બનિંગ નાઇટ દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા રવિવારે મોડી સાંજે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર ના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.



આ કોમ્બનિંગ નાઇટ દરમ્યાન સમગ્ર જીલ્લા તેમજ શહેર ના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.ચાવડા,પીએસઆઇ એલ.બી.જાડેજા, પીએસઆઇ એમ.કે.બ્લોચ સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૮ થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ ૧૫,૩૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​​​​​​​


કોમ્બનિંગ નાઇટ દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application