રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં આજે યોજાયેલા લોકદરબારમાં સોરઠીયાવાડી, મેહત્પલનગર, નિલકઠં પાર્ક સહિતના વિસ્તારોના ૮૮ પ્રશ્નો રજૂ થતા પદાધિકારીઓને જમીન ઉપરની વાસ્તવિકતાનો અંદાજ આવ્યો હતો.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ વોર્ડ નં.૧૬ના લોક દરબારમાં આવેલી ફરિયાદો અને પ્રશ્નોની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૬ના નાગરિકો દ્રારા અશાંત ધારા લાગુ પડા બાદ વેંચાણ થવા બાબત, સોરાઠીયાવાડી બગીચાનું ડેવલપમેન્ટ કરવા, મેહત્પલનગરમાં અનિયમિત ટીપરવાન આવવા બાબત અને ગંદકીનો કાયમી નિકાલ કરવા બાબત, રેશનકાર્ડ બાબત, મેહત્પલનગર–૧માં ઓનલાઇન કરેલી ફરિયાદ બાબત, મેહત્પલનગર–૧માં પરવાનગી વગર ચાલતું આઇસ્ક્રીમ પાર્લર બધં કરાવવા, સ્પીડ બ્રેકર બનાવવા, માધવ હોલની સામેની ફટપાથ ઉપરના દબાણ દૂર કરવા, કોઠારીયા મેઇન રોડ ઉપરના વિસ્તારમાં ધીમા ફોર્સથી પાણી વિતરણનો પ્રશ્ન ઉકેલવા, નહેનગર– શેરી નં.૮માં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ, નંદા હોલ પાસેના વોકળાની નિયમિત સફાઇ કરવા, વિવેકાનદં સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ, નીલકઠં સિનેમા પાસે ન્યુસન્સ પોઇન્ટમાં નિયમિત સફાઈ કરવા, હત્પડકો શાક માર્કેટ ખાતે સઘન સફાઈ કરવા, આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની કિટની વ્યવસ્થા નથી તે ઉપલબ્ધ કરાવવા, નીલકઠં પાર્કમાં નિયમિત સફાઇ અને નિયમિત ટીપરવાન આવવા સહિતના કુલ ૮૮ પ્રશ્નો અને ફરિયાદો રજુ થઇ હતી.
લોક દરબારમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પેારેટરો કંચનબેન સિધ્ધપુરા , ચિતાબેન જોશી, નરેન્દ્રભાઇ ડવ, સુરેશભાઈ વસોયા, ડેપ્યુટી કમિશનર સ્વપિનલ ખરે, સહાયક કમિશનર બી.એલ. કાથરોટિયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર, સીટી એન્જીનીયર પી.ડી.અઢિયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, એનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, રોશનીના સીટી એન્જીનીયર બી.ડી.જીવાણી, નાયબ પર્યાવરણ ઇજનેર પ્રેજેશ સોલંકી, નાયબ આરોગ્ય અધિકારી ડો.મહિપાલસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર આર.બી.સોલંકી, વોર્ડ ઓફિસર નિકુંજ ડોબરીયા, વોર્ડ પ્રભારી વરજંગભાઇ હંબલ, વોર્ડ પ્રમુખ રાજુભાઇ લીલા, મહામંત્રી મનુભાઈ પ્રજાપતિ, હસુભાઈ કાચા, પૂર્વ કોર્પેારેટર લીલાબેન રાવલ, પ્રવીણભાઈ કિયાડા અને વલ્લભભાઇ પરસાણા તથા વોર્ડ નં.૧૬ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સોમવારે વોર્ડ નં.૧૭માં લોક દરબાર
આગામી તા.૧૨ ઓગષ્ટ્રને સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૧૭માં વોર્ડ નં.૧૭–અ–ની વોર્ડ ઓફિસ ગોપાલ વાડીની બાજુમાં, સહકાર મેઇન રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્રારે લોક દરબાર યોજાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech