BREAKING NEWS

'અનકિસ્ડ ગર્લ ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખાતા નિમ્મીએ હોલીવુડની ૪ ફિલ્મ ફગાવી હતી

  • July 25, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમાના બ્લેક એન્ડ વ્હાઈટ યુગથી લઈને રંગીન ફિલ્મો સુધી પોતાની અદાકારી અને સુંદરતાનો જાદુ ચલાવનાર દિગ્ગજ અભિનેત્રી નિમિની ગણતરી તે સમયની ટોચની હિરોઈનોમાં થતી હતી. દિલિપ કુમારથી લઈને રાજ કપૂર જેવા સુપરસ્ટાર્સ સાથે સુપરહિટ ફિલ્મો આપનાર નિમિને માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ હોલીવુડમાંથી પણ મોટી ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ તેમણે પોતાની શરતો અને ભારતીય સંસ્કારો ખાતર હોલીવુડની ૪ મોટી ફિલ્મોની ઓફર એક ઝાટકે ઠુકરાવી દીધી હતી.ઈ.સ. ૧૯૩૩માં જન્મેલી નિમિનું અસલી નામ નવાબ બાનો હતું. રાજ કપૂરે પોતાની પ્રખ્યાત ફિલ્મ 'બરસાત' થી તેમને બોલિવૂડમાં પહેલો બ્રેક આપ્યો હતો. આ સિવાય ભારતની પહેલી સંપૂર્ણ કલર (રંગીન) ફિલ્મમાં કામ કરવાનો રેકોર્ડ પણ નિમિના નામે જ નોંધાયેલો છે. તેમણે 'દિદાર', 'દાગ', 'કુંદન', 'ભાઈ-ભાઈ', 'ઉડનખટોલા' અને 'બસંત બહાર' જેવી અગણિત હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

મહેબૂબ ખાનની હિટ ફિલ્મ 'આન' ના પ્રીમિયર માટે નિમિ લંડનના પ્રખ્યાત રિઆલ્ટો થિયેટર પહોંચ્યા હતા. લંડન પ્રીમિયરમાં હોલીવુડના જાણીતા સ્ટાર એરલ લેસ્લી થોમસન ફ્લાયન પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન થોમસને વિદેશી પરંપરા મુજબ નિમિનો હાથ ચૂમવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ નિમિએ તુરંત જ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો હતો અને તેમને રોકડું સંભળાવી દીધું હતું કે, "હું એક ભારતીય છોકરી છું અને તમે મારી સાથે આવું ન કરી શકો. બીજા જ દિવસે વિદેશી અખબારોમાં આ ઘટના મુખ્ય સમાચાર બની ગઈ અને અખબારોએ નિમિને 'અનકિસ્ડ ગર્લ ઓફ ઈન્ડિયા'નું બિરુદ આપ્યું હતું.

લંડન પ્રીમિયર બાદ નિમિની લોકપ્રિયતા જોઈને હોલીવુડના નિર્માતાઓએ તેમને એક કે બે નહીં પરંતુ ૪ મોટી હોલીવુડ ફિલ્મો ની ઓફર કરી હતી. પરંતુ નિમિએ આ બધી જ ઓફર્સ ફગાવી દીધી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે હોલીવુડ ફિલ્મોમાં કિસિંગ (ચુંબન) અને ઇન્ટિમેટ (બોલ્ડ) સીન્સ આપવા પડતા હોય છે, જે નિમિની મર્યાદા અને સિદ્ધાંતોની વિરુદ્ધ હતા. પોતાની શરતો પર જીવનારી આ અભિનેત્રીએ ભારતીય સંસ્કૃતિનું માન જાળવીને બોલિવૂડમાં જ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News