ખંભાળિયા, દ્વારકા તાલુકામાં ત્રણ સ્થળોએથી નવ જુગારીઓ ઝડપાયા

  • April 01, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ધીંગેશ્વર પાળો વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમે રહેલા મોહન ઉર્ફે ચકલી છગનભાઈ ડાભી, પૃથ્વીરાજ લાલુભા વાઢેર, ભોજાભા પોલાભા કેર, અશોકભા ડોસાભા કેર, થારીયાભા ભીખુભા નાયાણી અને યુવરાજભા લાલાભા માણેક નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 5,050 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.


ખંભાળિયા પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા મનોજ ઠાકરશીભાઈ મારુ અને હુશેન ગફારભાઈ ચમડીયાને ઝડપી લીધા હતા. ઓખા મરીન પોલીસે અર્જુન લાખા સુમણીયા (ઉ.વ. 26, રહે. બર્માશલ કવાટર) ને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, તેની સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application