શહેરના કુંભારવાડા વિસ્તારમા રહેતા યુવકે એક શખ્સને ને ૭.૫૦ લાખ હાથ ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી કર્યાની દાઝ રાખી નવ શખસે ગેરકાયદે મંડળી રચી ધારીયુ, પાઈપ, છરી અને લાકડી જેવા હથીયારો ધારણ કરી સશસ્ત્ર હુમલો કરી યુવાનને માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરના કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ, મફતનગરમાં રહેતા મુળ કાળાતળાવ ગામના વતની ચેતનભાઈ ઉર્ફે સંજ્યો બટુકભાઈ મેરે બોરતળાવ પોલીસ મથકમાં રાકેશ ગગજીભાઈ, ભાવેશ ગગજીભાઈ, ગગજી લાખાભાઈ, મહેશ ગગજીભાઈ, પ્રવિમ ગગજીભાઈ, વિજય ઉર્ફે ભટ્ટો ભરતભાઈ, જયસુખ ઉર્ફે કટીયો રસાભાઈ, હરેશ અને ભરત નામના શખસો સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓએ કટકે કટકે રૂા. ૭.૫૦
લાખ ગગજીને હાથ ઉછીના આપ્યા હતા. તેની ઉઘરાણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરી પૈસા ન આપી ખોટા વાયદાઓ કરતા હતા જેથી તેઓએ તેને માતાજીના સોંગધ આપ્યા હતા.
દરમીયાન તેઓ ગત તા. ૨૩-૧૧ના રોજ રાત્રીના તેના સાઢુભાઈ ચમનભાઈ દોલતભાઈ ચુડાસમાના ઘરે આવી તેનું મોપેડ લઈ કાળાતળાવ જઈ રહ્યા હતા ત્યારે કુંભારવાડા, મહમદ મસ્જિદ પાસેપહોંચતા ઉક્ત તમામે એક સંપ કરી છરી, ધારીયા, પાઈપ, લાકડી જેવા હથીયારો સાથે આવી તેને ઘેરી લઈ હુમલો કરી હથીયારોના આડેધડ ઘા મારી ઈજા પહોંચાડી હવે પછી તુ અમારી પાસે પૈસા માંગતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીસુ તેવી ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે તમામ શખસો સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.