BREAKING NEWS

રાજકોટમાં નવ મહિનાના બાળકને તાવ ભરખી ગયો

  • June 18, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને મૂળ યુપીના પરિવારના નવજાત બાળકને તાવ ભરખી જતા મૃત્યુ થયું છે, બાળકને બે દિવસથી તાવ આવતો હોય દવા લેવામાં આવી હતી દરમિયાન રાત્રીના બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો.


પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા રાજેશકુમાર ચૌધરીના નવ મહિનાના પુત્ર ચિરાગને બે દિવસથી તાવ આવતો હતો. નજીકના દવાખાનેથી દવા લઈને પણ પીવડાવી હતી. રાત્રીના બેભાન જેવો થઈ જતા ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દાખલ કરાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે મોત નીપજ્યું હતું. માસુમ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application