જેતપુર પોલીસે ભાદરના સામાકાંઠે આવેલ મહિલાના મકાનમાં જુગાર રમતા છ મહિલા સહિત નવ શખસોને રૂ.૧૪,૩૫૦ની રોકડ સાથે પકડી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જુગાર દરોડાની મળતી માહિતી મુજબ, જેતપુર પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભાદરના સામાકાંઠે રામામંડળ ચોક પાસે આવેલ મકાનમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા મકાન માલિક કાજલબેન જયદીપભાઇ અગ્રાવત, બેબીબેન વિજયભાઈ સોલંકી, રંજનબેન નાનજીભાઈ ચૌહાણ, શારદાબેન ટીનાભાઇ ઠાકોર(ત્રણેય રહે ભાદરના સામાકાંઠે), પૂર્વીશાબેન ઉર્ફે પૂજાબેન જનકગીરી ગોસ્વામી,કિરણબેન ઉમેદભાઈ તગમડીયા (બન્ને રહે ધોરાજી રોડ), કિશન ગોપાલભાઈ મકવાણા,જયેશ ઉમેશભાઈ જખવાડિયા(બન્ને રહે ઘેટાવાળા પ્લોટ), જયદીપ ગટુભાઈ વાંક (રહે ભાદરના સામા કાંઠે)ને પકડી પટમાંથી રૂ.૧૪૩૫૦ની રોકડ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application