ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઐંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ ૨૪.૩૦ લાખ, ૯ મોબાઈલ, બે કાર સહીત કુલ ૪૪,૭૬,૮૦૦ નો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બોર્ડર રેંજ આઈજીના માર્ગદર્શન હેઠળ બોર્ડર રેંજ ભુજની ટીમ મોરબી શહેર વિસ્તારમાં ખાનગી વાહનથી પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘુનડા સજનપર રોડ પર આવેલ શ્યામ વિલા પાસે પહોંચતા ખાનગી બાતમી મળી હતી કે મોરબી રાજનગર પંચાસર રોડ પર રહેતા દેવકરણ શીતાણી (વ્યાસ) નામનો ઇસમ બહારથી જુગાર રમતા ખેલાડીઓ બોલાવી ભેગા કરી નાલ ઉઘરાણી ઓમ વિલા ખાતે બંગ્લા નં એ–૩ માં ગેરકાયદેસર તીનપતિનો હારજીત જુગાર રમાડે છે હાલ પ્રવૃત્તિ ચાલુ છે જેથી બાતમીને આધારે ટીમે ઓમ વિલામાં બંગ્લો એ ૩ માં રેડ કરી હતીબંગ્લોમાં જુગાર રમતા હાર્દિક લાભુભાઈ માકાસણા રહે ચરાડવા દેવળિયા રોડ તા. હળવદ, જયેશ કાનજીભાઈ પડસુંબીયા રહે પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમ દલસુખભાઈ ઘૂમલીયા રહે કુબેરનગર ૨, ત્રિલોકધામ નવલખી રોડ મોરબી, નરોત્તમભાઈ વિરજીભાઈ ફેફર રહે વિવેકાનદં સોસાયટી રવાપર રોડ નરસગં ટેકરી મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી રહે ગજાનદં સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશ કરશનભાઈ ભીમાણી રહે નેસડા (સુ) તા. ટંકારા, ચેતન ધીરજલાલ ચીકાણી રહે શકિત સોસાયટી મોરબી, જીેશ ડાયાભાઇ કાચરોલા રહે ન્યુ ચંદ્રેશ સોસાયટી મુનનગર મોરબી અને દેવશંકર હિમતલાલ શીતાણી રહે રાજનગર પંચાસર રોડ મોરબી એમ નવને ઝડપી લીધા હતાપોલીસે જુગારધામ ઝડપી લઈને સ્થળ પરથી રોકડ ૨૪,૩૦,૮૦૦, બંગ્લાનું લાઈટ બીલ, નવ મોબાઈલ કીમત ૪૬,૦૦૦ અને બે કાર કીમત ૨૦ લાખ સહીત કુલ ૪૪,૭૬,૮૦૦ નો મુદમાલ જ કર્યેા છે બંગ્લાનું લાઈટ બીલ ચેક કરતા લાઈટબીલ ભાજપના મહિલા કોર્પેારેટરના પતિનું હોવાનું ખુલ્યું હતું.
જે બંગ્લાનું લાઈટ બીલ ચેક કરતા શૈલેષભાઈ લમણભાઈ માકાસણાના નામે હોવાનું ખુલ્યું હતું શૈલેષભાઈના પત્ની હાલ વોર્ડ ૮ માંથી ભાજપના કોર્પેારેટર છે અને ભાજપ કોર્પેારેટરના પતિના બંગ્લામાંથી મસમોટું જુગારધામ ઝડપાતા તર્કવિતર્ક વહેતા થયા છે