અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા કોળી પરિવારની રાતોની નીંદ હરામ થઈ ગઈ છે. આજથી એકાદ માસ પહેલા ભાડ (વાંકિયા)ગામમાં વસવાટ કરતા કરશનભાઈ સોમાભાઈ પનારાની દીકરી નયના જે જન્મથી જ માનસિક વિકલાંગ છે. આ માત્ર ૧૯ વર્ષની કિશોરીને સામાજિક શારીરિક કોઈ સમજણ નથી.
આ દીકરીની માનસિકતાને બરાબર ઓળખી ગયેલ સુરેશ કાળુભાઈ સોલંકી નામનો શખ્સ લલચાવી ફોસલાવી મોડી રાત્રે બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ છે. મૂળ ગીર ગઢડાના કોદીયા ગામનો આ સુરેશ સોલંકી પોતાના કૌટુંબિક સગા અનિલ સોલંકીની મદદથી આ કિશોરીને જસાધાર તા.ઉના આસપાસના કેરીઓના બગીચાઓમાં સંતાડી ભાગતો ફરે છે. એવું પણ જાણવા મળેલ છે કે આ શખ્સ સુરેશ સોલંકી પોતે પરણીત અને એક બાળકનો પિતા પણ છે ત્યારે પોતાના પરિવારને પણ તરછોડી આ ભલી ભોળી માનસિક બીમાર દીકરી નયનાને ગેરકાયદે પોતાના કબજામાં રાખી ભાગતો કરી રહ્યો છે. આ પહેલાં પણ રાજુલા અને કોદીયા ગામમાં પણ અન્ય બે દીકરીઓની જીંદગી સાથે પણ આવો જ ખિલવાડ કરી ચૂક્યો છે. તા.૨૭ ફેબ્રુઆરીના રોજ બનેલા આ બનાવની જાણ ખાંભા પોલીસ સ્ટેશનમાં નયનાના પિતા કરશનભાઈ સોમાભાઈ પનારા દ્વારા લેખિતમાં કરવામાં આવેલ છે. આ બાબતે નયનાના લાચાર પિતા પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છે. દરરોજ તપાસ અધિકારી દ્વારા માત્રને માત્ર ઠાલા આશ્ર્વાસન મળે છે પણ દીકરી મળતી નથી. આ ઉપરાંત આરોપી શખ્સને કાયદાનો કોઈ ડર ન હોય તેમ સરા જાહેર સોશિયલ મીડિયામાં પોતાના કબ્જામાં રહેલ માનસિક વિકલાંગ દીકરી સાથેના ફોટાઓ અને વિડિયો અપલોડ પણ કર્યા કરે છે.આ માનસિક બીમાર દીકરીની માતાની દીકરી પાછળ વલોપાત કરી કરીને હાલત ખરાબ થઈ ગઈ છે. આ લાચાર બેબસ હતાશ ચુંવાળિયા કોળી ગરીબ પરિવાર પોતાની કિસ્મતને કોસતા કોસતા દિવસ રાત પસાર કરે છે. નિરાશ બાપ નિસાસો નાખતા બોલી ઉઠે છે કે, હે સાહેબ,કાયદા કાનૂન બધુ પૈસાદાર માટે જ હશે..?! અમારા જેવાની રાવ કોઇ નહીઁ સાંભળે..? અમારી માસુમ દીકરીને છેલ્લ ા એકાદ મહિનાથી પિંખતા રહેવાન પાસેથી કોઈ છોડાવી નહીં શકે..?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech