રાજ્યની સરકારી શાળાઓમાં સરકારની કામગીરીની ખામીઓ ઉજાગર કરવા વિપક્ષ દ્વારા ચલાવવામાં આવતા સરકારના પોલ ખોલ કાર્યક્રમો વચ્ચે શિક્ષણ વિભાગે શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશને નિયંત્રિત કરવા કડક પરિપત્ર જાહેર કર્યો છે. વિર્દ્યાીઓની સુરક્ષા, ગોપનીયતા અને શૈક્ષણિક વાતાવરણ જાળવવાના હેતુી લેવાયેલા આ નિર્ણયને પગલે હવે શાળાઓમાં પ્રવેશ મેળવવા ઉપરાંત ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને ઇન્ટરવ્યૂ માટે પણ પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે.
શિક્ષણ વિભાગની નવી જોગવાઈઓ મુજબ, શાળા પરિસરમાં પ્રવેશવા ઇચ્છતા બાહ્ય વ્યક્તિઓએ આચાર્ય અવા સંસના વડાની પૂર્વ લેખિત મંજૂરી મેળવવાની રહેશે. શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલા મુલાકાતી રજિસ્ટરમાં નામ સહિતની જરૂરી વિગતો નોંધાવવી પડશે. સરકારી ફરજ પર સત્તાવાર રીતે અધિકૃત અધિકારીઓને મંજૂરીની જોગવાઈમાંી મુક્તિ આપવામાં આવી છે.
આ નિર્ણયની અસર રાજકીય પક્ષો દ્વારા સરકારી શાળાઓની મુલાકાત લઈને શિક્ષણ વ્યવસની સ્િિત, સુવિધાઓ અને સરકારી કામગીરી અંગે સવાલો ઉઠાવવા માટે યોજાતા કાર્યક્રમો પર પણ પડી શકે છે. સરકારના પોલ ખોલ જેવા કાર્યક્રમો દરમિયાન વિપક્ષી આગેવાનો અને કાર્યકરોએ શાળામાં પ્રવેશવા કે ત્યાંનાં દૃશ્યોનું રેકોર્ડિંગ કરવા માટે નિયત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. જોકે, પરિપત્રમાં કોઈ રાજકીય પક્ષ કે વિપક્ષના કાર્યક્રમ પર અલગી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ ની.
વિભાગે વિર્દ્યાીઓ અને શિક્ષકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ કે લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર નિયંત્રણ મૂક્યું છે. વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન અને શૌચાલય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ પૂર્વ મંજૂરી અને અધિકૃત શિક્ષકની ઉપસ્િિત વિના બાહ્ય વ્યક્તિ પ્રવેશી શકશે નહીં.
શાળા પરિસરમાં શંકાસ્પદ કે અજાણી વ્યક્તિ પરવાનગી વિના પ્રવેશ કરે અવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે તો આચાર્યએ સનિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારીને તાત્કાલિક જાણ કરવાની રહેશે. નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં ગુનાની પ્રકૃતિ મુજબ સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી ઈ શકે છે.
આમ, વિર્દ્યાીઓની સુરક્ષા અને ગોપનીયતાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ વિભાગે શાળાઓમાં મુલાકાતીઓના પ્રવેશી લઈને દૃશ્ય-શ્રાવ્ય રેકોર્ડિંગ સુધીની પ્રક્રિયા નિયમબદ્ધ કરી છે. તેની અમલવારી દરમિયાન શાળાની સુરક્ષા જાળવવાની સો જાહેર શિક્ષણ વ્યવસની કામગીરી અંગે માહિતી મેળવવા ઇચ્છતા લોકો માટે મંજૂરીની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application