સુપ્રીમ કોર્ટે ૨૦૨૩ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન શૃંગેરી મતવિસ્તારની મતગણતરીના મૂળ વીડિયો રેકોડિગ અને સીસીટીવી ફટેજ ગુમ થવા બદલ ભારત નિર્વાચન આયોગ પ્રત્યે ભારે નારાજગી વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ્ર શબ્દોમાં ચૂંટણી પંચને ચેતવણી આપતા કહ્યું કે, અમે આવા ખોટા બહાના સાંખી નહીં લઈએ.આગામી સુનાવણી સુધીમાં જો ફટેજ નહી કલે તો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવા ની ખંડપીઠે ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે, ચૂંટણી પચં એમ કેવી રીતે કહી શકે કે રેકોર્ડ ખોવાઈ ગયા છે? તમારો મુખ્ય હેતુ જ ચૂંટણી યોગ્ય રીતે યોજવાનો અને તેના દસ્તાવેજી પુરાવા રાખવાનો છે. તમે એવું કેવી રીતે કહી શકો કે 'અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ'? જો આગામી સુનાવણી સુધીમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને વીડિયો રજૂ કરવામાં નહીં આવે, તો કોર્ટ પંચની વિદ્ધ પ્રતિકૂળ નિર્ણય લેવા મજબૂર બનશે