ખોટા બહાના નહીં ચાલે, ચૂંટણીના સીસીટીવી ફૂટેજ ક્યાં ગાયબ થાય?
ખોટા બહાના નહીં ચાલે, ચૂંટણીના સીસીટીવી ફૂટેજ ક્યાં ગાયબ થાય?
October 15, 2026 11:02 AM
સુપ્રીમ કોર્ટે 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન શૃંગેરી મતવિસ્તારની મતગણતરીના મૂળ વીડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી ફૂટેજ ગુમ થવા બદલ ભારત નિર્વાચન આયોગ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચૂંટણી પંચને ચેતવણી આપતા કહ્યું કે, "અમે આવા ખોટા બહાના સાંખી નહીં લઈએ.આગામી સુનાવણી સુધીમાં જો ફૂટેજ નહી કલે તો કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ સચદેવા ની ખંડપીઠે ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે, "ચૂંટણી પંચ એમ કેવી રીતે કહી શકે કે રેકોર્ડ ખોવાઈ ગયા છે? તમારો મુખ્ય હેતુ જ ચૂંટણી યોગ્ય રીતે યોજવાનો અને તેના દસ્તાવેજી પુરાવા રાખવાનો છે. તમે એવું કેવી રીતે કહી શકો કે 'અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ'? જો આગામી સુનાવણી સુધીમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને વીડિયો રજૂ કરવામાં નહીં આવે, તો કોર્ટ પંચની વિરુદ્ધ પ્રતિકૂળ નિર્ણય લેવા મજબૂર બનશે."