ઉપલેટા ભાયાવદરના દરેક મુખ્ય ચોક તેમજ ગામમાં પ્રવેશતા રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બહારથી આવતા–જતા દરેક લોકોની અવરજવર ઉપર નજર રાખી શકાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ આવી શકે તે માટે ૧૦૦થી વધુ નવા કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. સાથે સાથે યાં જૂના કેમેરા બધં હાલતમાં હતા, કેટલાક કેમેરા ચોરાઈ ગયા હતા અથવા કેબલ કાઢી લેવામાં આવ્યા હતા, તે તમામ કેમેરા ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી ૧૦ થી ૧૫ દિવસમાં આખું ભાયાવદર સીસીટીવી સુરક્ષા વ્યવસ્થાથી સ બનશે. આ કામગીરીથી આવારા તત્વો, ચોર–લૂંટારા અને ગેરપ્રવૃત્તિ કરનાર લોકો ઉપર કડક નજર રહેશે, જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થશે અને પોલીસ તંત્રને પણ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવામાં સરળતા મળશે. સાથે સાથે ગામના સાૈંદર્ય અને સુવિધાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રોડના કામો આગળ વધી રહ્યા છે, સ્મશાન ખાતે સુશોભિત ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવા તેમજ ફુવારો બનાવવાનું કાર્ય શ થયું છે. સરદાર પટેલના પૂતળા આસપાસના વિસ્તારનું રિનોવેશન કરી ગામની શોભા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અરણી રોડ પર લોકો માટે બેઠક વ્યવસ્થા તૈયાર થઈ રહી છે, ઉપલેટા રોડ ઉપર નવા બગીચાનું કામ શ છે અને ભૂગર્ભ ગટરનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. પાણી પુરવઠા માટે પણ મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. ડેમ સાઇટ ઉપર મોટર ઉતારી પાણી કાઢીને કૂવો બાંધવાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં સીધું કૂવાનું પાણી ગામલોકો સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ફિલ્ટર પ્લાન્ટનું રિપેરિંગ પૂર્ણ કરી શુદ્ધ પાણી ગામમાં વિતરણ કરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ રેખાબેન સીણોજીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર, કારોબારી સભ્ય અતુલભાઈ વાછાણી, બાંધકામ સમિતિના ચેરમેન સરજુભાઈ માકડિયા, પાણી પુરવઠા સમિતિના ચેરમેન બાવાજીભાઈ ખાંભલા તથા દરેક સભ્યો વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.સાથે સાથે સાંસદ ડો. મનસુખ માંડવીયા, ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા તેમજ ટીમના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના માર્ગદર્શન અને સહકારથી ભાયાવદર વિકાસની નવી ઐંચાઈઓ સર કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application