રાજકોટના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઇડર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ, બેનર, પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવી રહ્યું હોય જે અંગે દબાણ હટાવ શાખા દ્વારા જાન્યુઆરી-૨૦૨૬માં ૧૦ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના દબાણ હટાવ અધિકારીએ જાહેર જનતા જોગ જણાવ્યું છે કે, શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ, બેનર, પોસ્ટર લગાવવા નહીં.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર લગાવનાર સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આટલાને નોટિસ ફટકારી
૧.હેતલ હેપી હોમ
૨.આત્મન પ્રી સ્કુલ
૩.હરિકૃષ્ણ સીટી
૪.હોટલ વીબી ઈન
૫.જે.જે.ટ્યુટોરિયલ્સ
૬.સેન્ચુરી રીગાલીયા
૭.જય ગણેશ ટોયોટા
૮.અર્બન વિવાહ
૯.જે.ડી.મોલ
૧૦.જતન ઈન્ડસ્ટ્રીઝ