બિગ બાસ્કેટ અને ફ્લિપ કાર્ટ સહિત ત્રણ ઓનલાઈન શોપિંગ વેબસાઇટસને નોટિસ
બિગ બાસ્કેટ અને ફ્લિપ કાર્ટ સહિત ત્રણ ઓનલાઈન શોપિંગ વેબસાઇટસને નોટિસ
October 17, 2026 12:40 PM
ગ્રાહકોને ખોટી જાહેરાતોથી ભરમાવી ચીજ વસ્તુઓ પકડાવી દેવામાં માહેર ઓનલાઈન શોપિંગ વેબસાઇટસ પર એફએસએસએઆઈએ કડક કાર્યવાહી શ કરી છે અને બીગ બાસ્કેટ અને ફ્લિપ કાર્ટ તેમજ અન્ય શોપિંગ વેબસાઇટસને નોટીસ ફટકારી છે. એફએસએસએઆઈ ઘણા સમયથી દેશભરમાં ઓનલાઈન શોપિંગ વેબસાઇટસ સામે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. એફએસએસએઆઈ ખાધ ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેના પરિણામે વિભાગે તાજેતરમાં આ કંપનીઓ દ્રારા કરવામાં આવેલા ખોટા દાવાઓ અંગે ત્રણ મુખ્ય કંપનીઓને નોટિસ ફટકારી છે. એફએસએસએઆઈએ ત્રણેય કંપનીઓને પૂછયું છે કે ફડ સેટી એકટ હેઠળ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. આ નોટિસ કંપનીઓને તેમનો કેસ રજૂ કરવાની તક આપવા માટે મોકલવામાં આવી હતી. તેનો અર્થ એ નથી કે તેમની સામેના આરોપો સાબિત થયા છે.વધુમાં, એફએસએસએઆઈ એ જેમિની એડિબલ્સની તેની ઈ–કોમર્સ વેબસાઇટ પર ખાધ ઉત્પાદનો વેચવાની પ્રવૃત્તિ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. નિયમનકારના જણાવ્યા મુજબ, કંપની પાસે આ પ્રવૃત્તિ માટે જરી કેન્દ્રીય લાઇસન્સ નહોતું.એક બાબત નોંધનીય છે કે આ કાર્યવાહી સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ખાધ ઉત્પાદનોની જાહેરાતોમાં આરોગ્ય દાવા કરતી વખતે કંપનીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ.